ચેતેશ્વર-રહાણે રૂપિયા પાંચ કરોડનો કોન્ટ્રાક્ટ ગુમાવશે ?

 કેએલ.રાહુલ અને રિષભ પંતને ‘એ-પ્લસ’માં પ્રમોશન મળી શકે છે

 

અબતક, નવીદિલ્હી

દર વર્ષે બીસીસીઆઈ દ્વારા ખેલાડીઓના કોન્ટ્રાક્ટ ને જાહેર કરવામાં આવતા હોય છે અને કયા ખેલાડીને કયા કેટેગરીમાં રાખી શકાય તેના પ્રદર્શન પર ધ્યાને લેવામાં આવતું હોય છે ત્યારે આગામી થોડા જ સમયમાં બીસીસીઆઈ ફરી તેના પર આ મુજબના ખેલાડીઓની યાદી બહાર પાડશે. આ તકલીફ એ જોવાનું એ રહ્યું કે ટેસ્ટ ક્રિકેટમાં અજિન્કિય રહાણે અને ચેતેશ્વર પુજારા નું નબળું ફોર્મ શુ તેને પાંચ કરોડના કૉન્ટ્રૅક્ટ થી વંચિત રાખશે કે કેમ ? આ અંગે અનેક અટકળો સામે આવી રહી છે પરંતુ જોવાનું એ રહ્યું કે આ બન્ને ખેલાડીઓ એ ગ્રેડમાં યથાવત રહેશે કે તેમનો ડાઉનગ્રેડ થશે.

સામે કે એલ રાહુલ અને રિસભ પંતને ગ્રેડ પ્રમોશન મળે અને એ પ્લસ માં આવે તેવા ઉજળા સંજોગો પણ સામે આવ્યા છે. બીસીસીઆઈ દ્વારા ચાર કેટેગરી નું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં એ પ્લસ, એ, બી અને સી. એ પ્લસ માં જે ખેલાડીઓ ના કરાર થયેલા હોય તેઓને પ્રતિવર્ષ સાત કરોડ રૂપિયા આપવામાં આવતા હોય છે જ્યારે એ ગ્રેડના ખેલાડીઓને પાંચ કરોડ, બી ગ્રેડના ખેલાડીઓને ત્રણ કરોડ અને સિ ગ્રેડના ખેલાડીઓને વાર્ષિક એક કરોડ રૂપિયા આપવામાં આવે છે. ત્યારે આગામી સમયમાં જાહેર થનારી પર સૌની મીટ મંડાઈ છે.

બોક્સ…. શું ભારત બીજા વન-ડેમાં આફ્રિકાને હરાવી સીરિઝ જીવંત રાખશે ?

આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં ભારત પ્રથમ મેચ તારી ચૂક્યું છે ત્યારે બીજો મેચ આજે રમાશે ત્યારે ભારતીય ટીમ માટે મહત્વપૂર્ણ વાત તો એ હશે કે બીજો વન-ડે જીતી શ્રેણી ને જીવંત રાખવી જો બીજો વનડે ભારત હારી જશે તો આફ્રિકા ટેસ્ટ સિરીઝની જેમ વનડે સિરીઝ પણ જીતી જશે અને જો ભારત આ મેચ જીતે તો ફરી ફરી જીવંત રહેશે અને બંને ટીમો મે તેરી જીતવાનો વધુ એક તક મળશે પરંતુ ભારત માટે મહત્વપૂર્ણ છે કે ભારત બીજો વન ડે મેચ જીતી અને જીવંત રાખે. ત્યારે કે એલ રાહુલ ની કેપ્ટનશીપ પણ એટલી જ મહત્વપૂર્ણ સાબિત થશે અને તેને તેની બેટી ની સાથે સુકાની પદ પણ યોગ્ય રીતે સંભાળવું પડશે તો જ ટીમનો વિજય શક્ય થશે યુવા ખેલાડીઓ થી સુસજ્જ ભારતના ટીમના સભ્યોએ યોગ્ય મહેનત કરવી ખૂબ જ અનિવાર્ય છે અને બોલરોએ પણ વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે.