Abtak Media Google News

મહિલા ભક્તો માથે ફુલ ગરબા મુકી માના ગરબા ગાતા ગાતા આવે તે દ્રષ્યો અનુપમ હોય છે

ચોટીલા માં ચામુંડા માતાજી ના પ્રસિધ્ધ ડુંગર ઉપર અત્યારે ચૈત્રી નવરાત્રિ પ્રસંગે ભક્તિ ની આહલેક જાગી છે ત્યારે મહેસાણા , સાબરકાંઠા અને બનાસકાંઠા બાજુ ના મહીલા ભક્તો માથા પર ફુલ ગરબા લઇ ને માડી ના ગરબા ગાતા ગાતા દર્શને આવે તે દ્રષ્યો ખુબ જ અનુપમ હોય છે અને આ ધાર્મિક દ્રષ્યો જોનારા ને પણ દિવ્ય અનુભુતિ થતી હોય છે.

ચોટીલા ના ચામુંડા માતાજી ના ડુંગર ઉપર અત્યારે ચૈત્રી નવરાત્રિ પ્રસંગે ધાર્મિક  માહોલ ખડો થયો છે ત્યારે ખાસ કરીને મહેસાણા , સાબરકાંઠા અને બનાસકાંઠા વિસ્તાર ના માઇ ભક્તો માતા ના દર્શને ઉમટી રહ્યાં છે ત્યારે મહીલા ભક્તો માથા ઉપર વાંસ ની પટી ઓ માં થી બનાવેલ અને વજન માં સાવ હળવા ફુલ જેવા અને રંગબેરંગી કાગળો થી , ફુલો અને અન્ય સશોભિત વસ્તુઓ થી શણગારેલા ફુલ ગરબા માથા પર મુકી ને મા ના ગરબા ગાતા ગાતા અને રાસ લેતા લેતા આવે છે ત્યારે આ  સમગ્ર ડુંગર તળેટી વિસ્તાર માં અદભુત ધાર્મિક માહોલ જોવાં મળતો હોય છે.

આ મહીલા ભક્તો ડુંગર ના પહેલા પગથીયાં પાસે પહોંચ્યા પછી આ ફુલ ગરબા નીચે જમીન પર મુકી ને માતા ને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી ને ભાવવિભોર બને તે રૂડા દ્રષ્યો કોઇ નાસ્તિક ને પણ આસ્તિક બનાવી દે તેવા હોય છે.

આ અંગે અબતક ના પત્રકાર ને ડુંગર મહંત પરિવાર ના બીપીનગિરિ ગોસાઇ તથા હરેશગિરિ ગોસાઇ એ જણાંવ્યું હતું કે દર વર્ષે ચૈત્રી માસ માં મહીલા ભક્તો માથા પર ફુલ ગરબા મુકી ને મા ના દર્શને આવતાં હોય છે. અત્યારે ચૈત્રી માસ ની નવલી નવરાત્રિ ચાલી રહી છે ત્યારે ચોટીલા ના ચામુંડા માતા ના ડુંગર ઉપર તથા સમગ્ર તળેટી વિસ્તાર માં ભક્તિ નો અદભુત માહોલ જામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.