Abtak Media Google News

રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કારોબારીમાં વિકાસ કામોને વેગ આપવા પર ભાર: ગ્રામીણ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસના કામોમાં ગતિ લાવવા આપી  સૂચના

રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કારોબારી સમિતિની બેઠક, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના અધ્યક્ષ સ્થાને, જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલમાં યોજાઈ હતી.જેમાં જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ યોજના અંતર્ગત થઈ રહેલાં વિકાસ કાર્યોની સમીક્ષા થઈ હતી. ડી.ડી.ઓ.એ વિકાસ કાર્યોને વેગ આપવા તેમજ ગ્રામીણ વિસ્તારમાં થઈ રહેલા પ્રધાન મંત્રી આવાસ યોજનાના કામોમાં ગતિ લાવવા સૂચના આપી હતી.રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની બેઠકમાં, જિલ્લામાં વિવિધ યોજનાઓ અંતર્ગત થઈ રહેલા કાર્યોને રજૂ કરવામાં આવ્યાં હતાં. ખાસ કરીને, પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ, તેમજ મહાત્મા ગાંધી નરેગા યોજના અંતર્ગત થઈ રહેલી કામગીરીની સમીક્ષા જિલ્લા વિકાસ અધિકારીએ કરી હતી.દરમિયાન ગ્રામીણ વિસ્તારના લોકોને રહેણાંક મકાનો વહેલાસર ઉપલબ્ધ થાય તે માટે ડી.ડી.ઓ.એ આવાસ યોજનાના કામોમાં ઝડપ વધારવા સૂચના આપી હતી.

ગ્રામીણ વિસ્તારમાં આંગણવાડીના કામો પણ જલ્દી પૂરા કરવા તેમણે સૂચના આપી હતી. આ સાથે વિકાસ કાર્યોમાં ગતિ લાવીને રાજકોટ જિલ્લો વિકાસમાં અગ્રેસર બને તે માટે સૌને દિશા-નિર્દેશ આપ્યા હતા.આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.આર. ધાધલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પશુપાલન અધિકારી સહિતના વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.