Abtak Media Google News
  • સીએમના આજના તમામ કાર્યક્રમો રદ: ભાજપના કાર્યકરોમાં ચિંતાનો માહોલ

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના 40 વર્ષીય પુત્ર અનુજભાઇ પટેલને ગઇકાલે બપોરે બ્રેઇન સ્ટોકનો આવતા અમદાવાદની કે.ડી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાં સર્જરી કરાયા બાદ આજે સવારે વધુ સારવાર માટે એર એમ્બ્યુલન્સમાં મુંબઇ ખસેડવામાં આવ્યા હતા. સી.એમ. ભુપેન્દ્રભાઇ પટેલના આજના ગુજરાત ગૌરવ દિનની ઉજવણી સહિતના તમામ કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા છે. રાજયભરમાં ભાજપના કાર્યકરોમાં ચિંતા ફેલાઇ જવા પામી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ સતત ભુપેન્દ્રભાઇ સાથે સતત સંપર્કમાં છે.

Advertisement

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના પુત્ર અનુજભાઇ પટેલનો ગઇકાલે બપોરે તબિયત લથડી હતી. તેઓને બ્રેઇન સ્ટ્રોકનો હુમલો આવ્યો હતો. પ્રાથમિક સારવાર નિવાસ સ્થાને અપાયા બાદ વધુ સારવાર માટે અમદાવાદના એસ.જી. હાઇવે સ્થિત કે.ડી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયારે ન્યુરોલોજીસ્ટ ડોકટરોની ટીમ દ્વારા તેઓના બ્રેઇનની સર્જરી કરવામાં આવી હતી. ગઇકાલે જાહેર કરાયેલા મેડિકલ બુલેટીનમાં અનુજની તબીયત સ્થિર હોવાનું જાહેર કરાયું હતું અને ર4 કલાક ઓબ્ઝર્વેશન હેઠળ રહેશે તેવી ઘોષણા કરવામાં આવી હતી. દરમિયાન આજે સવારે અચાનક તબિયત થોડી વધુ બગડતા અનુજભાઇ પટેલને એર એબ્યુલન્સ મારફત વધુ સારવાર માટે મુંબઇ ખસેડવામાં આવ્યા છે.

તેઓની તબિયત નાજુક હોવાના અહેવાલો મળી રહ્યા છે. રાજયભરમાં ભાજપના કાર્યકરોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અનુજની તબિયત અંગેનું લેટેસ્ટ મેડીકલ બુલેટીન જાહેર કરવામાં આવશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.