Abtak Media Google News

રાજકોટમાં હાલ ૭૧માં પ્રજાસત્તાક પર્વ નિમિતે રાજ્યકક્ષાની ઉજવણી થઈ રહી છે.જેના ભાગ રૂપે રાજકોટ ખાતે શાસ્ત્રી મેદાનમાં તારીખ ૨૫ થી ૩૧ સુધી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હસ્તકલા પર્વનું આયોજન કરવામાં આવ્યું છે.આ પર્વ માં ૧૩ જેટલા હસ્તકલાકારો તેમની આગવી કલાની ઝાંખી રાજકોટ ને કરાવશે.આજ રોજ આ હસ્તકલા પર્વનું ઉદ્દઘાટન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું. એ પ્રસંગે મુખ્યમંત્રી હસ્તકલા ની વિવિધ સ્ટોલ ની મુલાકાત લઈ હસ્તકલા ની કલા સાથે જોડાયેલ કારીગરો ને તેમની હસ્તકલા ના કસબ બદલ બિરદાવ્યા હતા. આ તકે રાષ્ટ્રીય-રાજ્યકક્ષાના એવોર્ડ વિજેતા ૧૩ જેટલા હસ્ત કલાકારોને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરાયા હતા.

Advertisement

7537D2F3 14

મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત થયેલા કલાકારોમાં કચ્છ જિલ્લાના રોગન આર્ટ માટે  પદ્મશ્રી એવોર્ડ વિજેતા અબ્દુલ ગફુર ખત્રી,ભરતકામ માટે પાબીબેન રબારી, અજરખ બ્લોક પ્રિન્ટિંગ માટે ડો.ઇસ્માઇલ મોહમ્મદ ખત્રી, પટોળા માટે સુરેશભાઈ મકવાણા, કાર્પેટ માટે સિજુ વિરજી ખેતાભાઈ, રાજકોટ જિલ્લાના કલાકારોમાં ઉદ્યોગ ભારતી માટે  ચંદ્રકાંત હરગોવિંદ પટેલ, ઉનની શાલ માટે ધીરુભાઈ અણદાભાઈ ગોગિયા,બનાસકાંઠા જિલ્લાના દયાબેન બી. દોહત રતિલાલને ભરતકામ માટે , અમદાવાદના સુરેશભાઈ ચિતારાને કલામકારી માટે, છોટાઉદેપુરના પરેશભાઈ રાઠવાને પીઠોરા પેઇન્ટિંગ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.