Abtak Media Google News

વિવાદોનો આભાસ થતાં જ કુમારસ્વામીએ ભાવુક થયા હોવાનો બફાટ કર્યો !

સોમવારે મન્ડયા જીલ્લાના મદુરમાં જનતા દળના કાર્યકરની હત્યા કરવામાં આવતા કર્ણાટકના મુખ્યમંત્રીએ ‘ખુન કા બદલા ખુન’લેવાના હુકમો કરતા ફરી એકવખત એચ.ડી. કુમારસ્વામી વિવાદો ફંસાયા છે. મન્ડયાના ક્રોપાલમાં કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી કર્ણાટક મુખ્યમંત્રી કુમાર સ્વામી પ્રવાસ કરી રહ્યા હતા. આ દરમ્યાન તેને પોતાની પાર્ટીના લીડરની હત્યા થઇ હોવાના સમાચાર મળતા તેઓ મન્ડયાના એસપી સાથે ફોન ઉપર વાત કરતાં હત્યારાઓની ધરપકડ કરવાના આદેશ આપ્યો હતો.

ફોનની વાતચીત દરમ્યાન મુખ્યમંત્રીએ પોલીસને એમ પણ કહ્યું કે હત્યારાઓને ભડાકે બોલાવી દો આ વાતચીતના ટુંક સમયમાં જ મુખ્યમંત્રીનું સ્ટેટમેનટ અને ફોન ઉપરની પોલીસ સાથેનો વાર્તાલાભ ખુબ જ ઝડપી વાયરલ થતાં કર્ણાટકના મુખ્યમંત્રી ઉપર વિવાદોની તલવાર લટકી હતી. પરંતુ વાયરલ વિડીયો અને વિવાદોની જાણ થતાં જ કુમાર સ્વાહીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે પાર્ટીના કાર્યકરની હત્યાના સમાચારો સાંભળી તેઓ સંવેદનશીલ થઇ ગયા હતા. અને તેનો પોલીસને કહેવાનો મતલબ હત્યારાઓને મારી નાખવાનો ન હતો. વધુમાં કુમારસ્વામીએ કહ્યું કે પાર્ટીના કાર્યકરની હત્યારાઓ ગુનાહીત ઇતિહાસ ધરાવે છે. માટે જો પોલીસને કહ્યું કે આ પ્રકારના લોકોને ખુલ્લા ફરવા દેવા જોખમી છે. તેમને સજા મળવી જ જોઇએ.

જણાવી દઇએ કે જડીના કાર્યકરની હત્યા ખાનગી કારણોને લીધે થઇ હતી. પોલીસે કહ્યું કે આ પૂર્વ પણ મન્ડયાના મદૂરમાં જેડીના કર્મચારીને ચાર હત્યારાઓ દ્વારા ખાનગી બદલો દેવાની ભાવના સાથે મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. પ૦ વર્ષીય પ્રકાર ઉપર સોમવારે ૪ અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવ મદરના ૧૦૦ કીમી. દુર બન્યો હતો. પોલીસ અધિકારીએ વધુમાં કહ્યું કે હત્યા કરાયેલ જેડીનો કાર્યકર જીલ્લા પંચાયતનો પૂર્વ સભય પણ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.