Abtak Media Google News

પચાસમા સંયમવર્ષની પૂર્ણાહૂતિ પ્રસંગે આજે ભરુચમાં યોજાશે કાર્યક્રમ

જૈનાચાર્ય શ્રીમદ્ વિજયરત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબના પચાસમાં સંયમવર્ષની પૂર્ણાહુતિના દિવસે આજે તેમને પદ્મભૂષણનો એવોર્ડ ભરૂચમાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૃપાણીના હસ્તે આપવામાં આવશે. ભરૂચના ગરબા ગ્રાઉન્ડ-મકતમપુરા મુકામે બપોરે બે ી પાંચ વાગ્યા દરમિયાન આ એવોર્ડપ્રદાન કરવામાં આવશે.

વિજયરત્નસુંદરસૂરીશ્વરજીમહારાજ સાહેબ છેલ્લા પચાસ વર્ષોી નિ:ર્સ્વા ભાવે, આકાંક્ષા કે અપેક્ષા વિના અનેક લોકોને આદ્યાત્મિકતા સો જોડી રહ્યા છે. તેઓએ અલગ-અલગ વિષય પર ૩૧૩ી વધુ પુસ્તકોનું સર્જન કર્યુ છે. લાખો યુવાનોના જીવન પરિવર્તન, મન પરિવર્તન, હૃદય પરિવર્તન કરવામાં તેઓ નિમિત બન્યા છે. આધ્યાત્મિક ક્ષેત્રે તેમના પ્રદાન બદલ પદ્મભૂષણ એવોર્ડ રાષ્ટ્રપતિના નિર્દેશી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે ભરૂચ ખાતે આજે પ્રદાન કરવામાં આવશે.

આજે ૧૩મી એપ્રિલે વિજયરત્નસુંદરસૂરીશ્વરજીમહારાજ સાહેબના સંયમ જીવનના પચાસ વર્ષ પૂર્ણ યા છે અને જોગાનુંજોગ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ગુરૂ દેવને પદ્મભૂષણ એવાર્ડ આપવા માટે આમંત્રણ આપવામાં આવેલ. પરંતુ તેઓ પગપાળા વિહાર કરતા હોવાી ટૂંક સમયગાળામાં દિલ્હી પહોંચી ના શકે તેટલા માટે રાષ્ટ્રપતિના સુચન અને માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આદેશી વિજયરત્ન સુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબની સ્રિતા જ્યાં છે તે ભરુચ મુકામે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે તેમને પદ્મભૂષણ એવાર્ડ પ્રદાન કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.