Abtak Media Google News

વિકસીત ગુજરાતના પંચાયતી રાજમાં સુધારાની તાતી જરૂર હોવાનું સુર ચિંતન શિબીરમાં વ્યક્ત કરતાં અધિકારી-પદાધિકારીઓ

સમગ્ર દેશમાં ઉદ્યોગ-વેપાર અને મજબૂત ર્આકિ સ્થિતિ ધરાવતા ગુજરાત રાજયનું પંચાયતીરાજ છેલ્લા દાયકાઓમાં સતત આગેકૂચ કરવાને બદલે પીછેહઠ કરી પછાત બની રહ્યું હોય ચિંતન શિબિરમાં પંચાયતી રાજને વધુ સુદ્રઢ બનાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ચિંતા વ્યકત કરી ગ્રામ્ય વિકાસ માટે જરૂરી પગલા ભરવા અધિકારીઓ સાથે એકશન પ્લાન ઘડી કાઢયો છે.

વડાપ્રધાની પણ વિશેષ ધરાવતા પંચાયતનાં સરપંચો ગ્રામ્ય વિકાસમાં ઢીલા પડી રહ્યાં હોવાી વડોદરા ખાતે યોજાયેલી ચિંતન શિબિરમાં રાજયનું પછાત પંચાયતી રાજ ચિંતાનો વિષય બન્યો હોવાી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજયના મુખ્ય સચિવ કે.કૈલાશનાન સહિતનાં અધિકારીઓએ પંચાયતી રાજમાં જરૂરી સુધારા લાવી ગ્રામિણ વિકાસને વધુ સુદ્રઢ બનાવવા પર ભાર મૂકયો હતો.

વડોદરા ખાતે યોજાયેલી ચિંતન શિબિરનાં બીજા દિવસે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને સનદી અધિકારીઓએ સમગ્ર દેમાં ગુજરાતના પંચાયતી રાજનાં નબળા ક્રમાંકને સુધારો લાવવા ઈમ્પ્લીમેન્ટેશન ઓફ પંચાયતી રાજ ઈન્સ્ટીટયુશન સ્કીમ અંતર્ગત ધરમૂળી ફેરફારો માટે રાજયની ખરડાયેલી છબી સુધારવા જરૂરી સુધારા લાવવા પર મંન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ભારતભરમાં પંચાયતી રાજ મામલે વિકસીત અને સમૃદ્ધ ગણાતું ગુજરાત ખૂબજ પછાત છે અને પછાત ગણાતા તેલંગાણા, વેસ્ટ બેંગાલ, ત્રિપુરા, તામિલનાડુ, મહારાષ્ટ્ર કરતા ઘણુ પાછળ છે જો કે પારદર્શક પંચાયતી રાજ મામલે કેરળ, કર્ણાટક અવ્વલ નંબરે છે.

દરમિયાન રાજયના ચીફ પ્રિન્સીપાલ સેક્રેટરી કે.કૈલાશનાને જણાવ્યું હતું કે, છેલ્લા બે દાયકામાં રાજયના પંચાયતી માળખામાં ઘણો બદલાવ આવ્યો છે અને રાજયનું પંચાયતી રાજ સુધારા તરફ આગળ વધી રહ્યું છે. રાજય સરકાર દ્વારા વિજળી, પાણી, શિક્ષણ સહિતની પાયાની સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે. આમ છતાં ગ્રામ્ય વિકાસ માટે હજુ પગલા ભરવા આવશ્યક હોવાનું જણાવ્યું હતું.

નોંધનીય છે કે કેન્દ્ર સરકારના રૂરલ ડેવલોપમેન્ટ સેક્રેટરી ડો.અમરજીતસિંહ પણ આ ચિંતન શિબિરમાં જોડાયા હતા અને ગ્રામ્ય વિકાસ માટે સ્વ-સહાય જૂની રચના પર ભાર મુકયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.