Abtak Media Google News

વડોદરા સમાચાર

આખરે કયા કારણોસર વડોદરામાં બાળકો દુર્ઘટનાનો શિકાર બન્યાહ તા તેનો FSLની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. વડોદરા હરણી બોટ દુર્ઘટનાનો એફએસએલ રિપોર્ટ આવી ગયો છે. જેમાં જણાવાયું કે, બોટની ક્ષમતાથી વધુ લોકોને બેસાડતા બોટ પલટી હતી. આગળના ભાગે બાળકોને પરાણે બેસાડ્યા હતા. જેના કારણે વળાંક લેતા સમયે બોટ પલટી ગઈ હતી.

વડોદરામાં હરણી તળાવમાં બોટકાંડનો મામલો હવે નવા વળાંકો લઈ રહ્યો છે. પોલીસ અને FSLની તપાસમાં મોટો ખુલાસો થયો છે. બોટની ક્ષમતા કરતાં વધુ લોકો બેસાડતાં દુર્ઘટના થઈ હતી.1 ટન વજનની બોટમાં દોઢ ટન વજન થઈ ગયુ હતું. જ્યાં કોઈને બેસાડી ન શકાય ત્યાં 10 બાળકોને બેસાડાયા હતા. આગળના ભાગમાં બાળકો બેસેલા હોવાથી ટર્ન લેતાં સમયે બોટ પલ્ટી ખાઈ ગઈ હતી. આમ, બોટ બનાવનાર કંપનીએ લેક ઝોન સંચાલકોની પોલ ખોલી.

શાળાએ પોતાની ભૂલ સ્વીકારી

હરણી લેક ઝોન દુર્ઘટનામાં આખરે સ્કૂલ સંચાલકોએ પોતાની ભૂલ સ્વીકારી છે. ન્યુ સનરાઈઝ સ્કૂલ દ્વારા પ્રવાસ માટે DEO ની પરવાનગી નહોતી લેવાઈ. સ્કુલ સંચાલકો પોતાની ભૂલ સ્વીકારતા હવે DEO કચેરીએ કાર્યવાહી શરૂ કરી છે. DEO કચેરી દ્વારા ન્યુ સનરાઇઝ સ્કૂલના શિક્ષકોની આ અંગે પૂછપરછ કરાશે. સ્કુલની માહિતીનું ક્રોસ વેરિફીકેશન કરાશે. ક્રોસ વેરિફીકેશન બાદ સાત દિવસમાં કલેક્ટરને રિપોર્ટ સુપરત કરાશે.

હરણી લેક ઝોન દુર્ઘટના મામલે રાજ્ય સરકારે કલેક્ટરને તપાસ કરી 10 દિવસમાં રિપોર્ટ સોંપવા આદેશ કર્યો હતો. ત્યારે આજે 10 દિવસ પૂરા થતાં કલેક્ટર રાજ્ય સરકારને રિપોર્ટ સોંપી શકે છે. કલેક્ટરના રિપોર્ટ બાદ રાજ્ય સરકાર જવાબદારો સામે પગલાં ભરશે.  તો બીજી તરફ, વડોદરા બોટ દુર્ઘટના મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થશે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.