Abtak Media Google News

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આયોજન

રાજકોટની ૧૦૦થી વધારે સમસ્યાનો નિરાકરણ લાવવાનો કરાશે પ્રયત્ન: ૨૮૫ ટીમની પસંદગી: વડાપ્રધાન વિડિયો કોન્ફરન્સ દ્વારા ભાગ લેનારને કરશે પ્રોત્સાહિત

ડીજીટલ ઈન્ડીયા અંતર્ગત જયારે આપણો ભારત દેશ દરેક ક્ષેત્રમાં ડીજીટલ ટેકનોલોજી અપનાવીને આગળ વધી રહ્યો છે ત્યારે દેશની દરેક સમસ્યાઓના નિરાકરણ માટે નવિનતમ ટેકનોલોજી દરેક વ્યક્તિના જીવનમાં એક નિસરણી જેવું કામ કરી સમસ્યાને સરળ અને સહજ બનાવે છે. આ અભિગમને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમની રાજકોટ મુલાકાત દરમિયાન સ્માર્ટ સિટી હેકેથોનનો પ્રારંભ કર્યો હતો.

વડાપ્રધાનને ત્યારે જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટી હેકેથોન-૨૦૧૭ નો ઉદેશ્ય સ્થાનીક લેવલે ઉપસ્થિત થતા પ્રશ્ર્નો અને તે પ્રશ્ર્નોના નિરાકરણ માટે શૈક્ષણિક જગત આગળ આવે અને ડીજીટલ સોલ્યુશન દ્વારા તેના નિરાકરણ કરે તે છે. આના પરિણામે આવનારી પેઢી માટે એક નવું મોડલ તૈયાર થાય અને શહેરને વધુ સ્માર્ટ અને ઈનોવેટીવ બનાવી શકાય છે.૨૯ જુલાઈના રોજ ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી દ્વારા હેકેથોન-૨૦૧૭નું ઉદ્ઘાટન કરવામાં આવશે અને આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા ભાગ લેનાર તમામને પ્રોત્સાહન વધારશે.

મારવાડી યુનિવર્સિટી ખાતે ઉપલબ્ધ ઈન્ફ્રાસ્ટ્રકચરના પરિણામે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૨૯, જુલાઈના રોજ હેકેથોન-૨૦૧૭ માટે મારવાડી યુનિવર્સિટીની ઈવેન્ટ પાર્ટનર તરીકે પસંદ કરવામાં આવેલ છે. આ પસંદગીને પરિણામે મારવાડી યુનિવર્સિટીને પ્રથમ સ્માર્ટ સિટી હેકેથોનની મેન્ટર યુનિવર્સિટી તરીકે બિરુદ પ્રાપ્ત થયું છે.

સ્માર્ટ સિટી હેકેથોન-૨૦૧૭માં ગુજરાતની વિવિધ કોલેજો અને વિવિધ ઈન્સ્ટીટયુટમાંથી ૭૦૦ થી વધુ ટીમ દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાંથી ૨૮૫ ટીમ ફાઈનલ કરવામાં આવી છે. જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નક્કી કરાયેલ ૧૦૦થી વધારે સમસ્યાનો ટેકનોલોજીનો ઉપયોગ કરી નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરશે. આ સમસ્યાઓમાં વોટર મેનેજમેન્ટ, ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટેશન, હેલ્થ ડીપાર્ટમેન્ટ, ટાઉન પ્લાનીંગને લગતી સમસ્યાઓનો સમાવેશ થાય છે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.