Abtak Media Google News

પરશુરામ જન્મોત્સવે ઇશ્વરીયા મહાદેવના સાનિઘ્યમાં મહાપુજા, મહાઆરતી અને ભોજન પ્રસાદનો ત્રિવેણી સંગમ

આગામી તા. ૭-૫ ના રોજ મંગળવારે અખાત્રીજના પાવન પર્વે ભગવાન પરશુરામજીની જન્મ જયંતિ છે ત્યારે શહેરની ભાગોળે આવેલ માધાપર સ્થિત ઇશ્વરીયા મહાદેવના સાનિઘ્યમાં ભગવાન પરશુરામ જન્મ જયંતિ નીમીતે અનેક વિધ કાર્યક્રમો યોજાશે ત્યારે આ કાર્યક્રમને વધુ વિગત આપતા સૌરાષ્ટ્ર-કચછ સમસ્ત બ્રહ્મસમાજના રાજકોટ જીલ્લાના પ્રમુખ પંકજભા રાવલે જણાવ્યું હતું કે દર વર્ષે શહેરના પ્રસિઘ્ધ અને લાખો લોકોની શ્રઘ્ધાનું કેન્દ્ર સ્વયંભુ એવા ઇશ્વરીયા મહાદેવ ખાતે પરશુરામ મંદીર ખાતે ભગવાન પરશુરામ જયંતિની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ અખા ત્રીજના પાવન અવસરે પરશુરામ જન્મજયંતિ અંતર્ગત સવારે ૧૦ કલાકે પરશુરામજીની મહાપુજા, સાંજે ૭ કલાકે મહાઆરતી તેમજ રાત્રે ૮ કલામે મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાશે અને ભકિત-ભજન અને ભોજનનો અનેરો ત્રિવેણી સંગમ સર્જાશે.

ત્યારે રાજયના મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર એવા વિજયભાઇ રૂપાણી પરશુરામ જયંતિના રોજ ઇશ્ર્વરીયા મહાદેવ ખાતે સાંજે સાત કલાકે મહાઆરતમાં ઉપસ્થિત રહી ભગવાન પરશુરામના આશિર્વાદ ગ્રહણ કરશુે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છ સમત બ્રહ્મસમાજ, રાજકોટ જીલ્લાના પ્રમુખે પરશુરામ જન્મોત્સવને ઉજવવા સૌરાષ્ટ્રભરમાથીસ સમસ્ત ભૂદેવોને ઉમટી પડવા અનુરોધ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.