Abtak Media Google News

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ અમદાવાદ માં 45 માં રાષ્ટ્રીય વિજ્ઞાન ગણિત  અને પર્યાવરણ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું હતું.તેમણે દેશભરના 22 રાજ્યો ના બાલ અને યુવા વૈજ્ઞાનિકો તેમજ ગણિત પર્યાવરણ વિષય ના અભ્યાસુઓ માટે આ અવસર ને કુંભ મેળા સમાન ગણાવ્યો હતો.

Vijay Rupaniવિજયભાઈ રૂપાણીએ કહ્યુકે 2030 સુધીમાં ભારત વિજ્ઞાન  અને ટેક્નોલોજી ક્ષેત્રે વિશ્વ ના ટોપ 3 દેશોમાં  સ્થાન મેળવે તેવી પ્રધાનમંત્રી ની પ્રતિબદ્ધતામાં આવા પ્રદર્શન અને નવીનતમ શોધ સઁશોધન મહત્વપૂર્ણ બનશે.

Vijay Bhai 4આજની યુવા પેઢી ટેક્નોસેવી છે. ઈનોવેટિવ છે તેમજ આઉટ ઓફ બોક્સ થિન્કિંગ કરીને  વિજ્ઞાન ગણિત જેવા ગહન વિષયો અને પર્યાવરણ સુરક્ષા સંવર્ધન પ્રત્યે પણ જાગૃત છે.તેજ ભારત ને વિશ્વ ગુરુ બનાવશે.મુખ્યમંત્રી એ પ્રાચીન ભારતે આર્યભટ્ટ વરાહ મિહિર શુશ્રુત જેવી વિદ્વાન વિભૂતિઓ અને શૂન્ય જેવી શોધ વિશ્વને આપી તેનો ઉલ્લેખ કરતા અર્વાચીન ભારતે પણ જગદીશ ચન્દ્ર બોઝ.શ્રીનિવાસ રામાનુજ ચંદ્રશેખર જેવા મહાન વૈજ્ઞાનિકો આપ્યા છે તેમ ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી એ ગુજરાત ના બાળકો યુવાનો માં સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ અને ઈનોવેશન માટે રસ જગાવવા સાયન્સ સિટી ની પહેલ રૂપ શરૂઆત કરી હતી તે આજે દેશ માં અગ્રેસર બન્યું છે એમ વિજય ભાઈ રૂપાણી એ કહ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.