Abtak Media Google News

રાજકોટ ખાતે શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ ધ્વારા કેન્સર જાગૃતિ કાર્યક્રમ તથા નિદાન કેમ્પનું આયોજન- મોટી સંખ્યામાં લાભાર્થી દર્દીઓએ લાભ ઉઠાવ્યો

રાજકોટ ખાતે શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ તથા રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન અને અમદાવાદ સ્થિત HCG કેન્સર હોસ્પિટલનાં સંયુકત ઉપક્રમે કેન્સર જાગૃતિ  કાર્યક્રમ તથા નિદાન કેમ્પને ખુલ્લો મુકતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતુ કે, લોક સહયોગ અને રાજય સરકારનાં સંયુકત પ્રયાસોથી ગુજરાત કેન્સરને કેન્સલ કરવા પ્રતિબધ્ધ છે. આ તકે મુખ્યમંત્રીશ્રીએ યુવાનોમાં જોવા મળતા તમાકુનાં વ્યસનને સામાજીક જાગૃતિ થકી તિલાંજલી આપવા આહવાન કર્યુ હતું.

Advertisement

કેન્સર મુકત ગુજરાતનાં અભિયાનને વેગ આપતા મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી હતી કે,મહિલાઓમાં વધારે પ્રમાણમાં જોવા મળતા ગર્ભાશયનાં કેન્સરનાં વહેલા નિદાન માટે વિદેશમાં

Dt.15 04 2018 Hon. C.m. At Pujit Rupani Trust Prog 6

રાજય સરકાર સમાજનાં નબળા વર્ગનાં લોકો અને તેમા પણ છેવાડાનાં વંચિતોને પણ આરોગ્ય સુખાકારી પ્રાપ્ત થાય તે માટે સરકાર કટીબધ્ધ છે અને તે માટે જ રાજયમાં આરોગ્ય સેવાનો વ્યાપ વિસ્તારવામાં આવી રહયો છે અને આરોગ્ય વિષયક અનેકવિધ સેવાકિય યોજનાઓ રાજય સરકારે અમલમાં મુકી છે  તેમજ રાજયમાં વધુમાં વધુ સુપર સ્પેશીયાલીસ્ટ હોસ્પિટલ બનાવવા તરફ રાજય સરકાર આગળ વધી રહી છે તેમ આ તકે મુખ્યમંત્રીશ્રી વધુમાં જણાવ્યુ હતુ

સરકારે ચાલુ વર્ષનાં બજેટમાં સીનીયર સીટીઝનો માટે મા અમૃતમ યોજનાનાં લાભ માટે આવક મર્યાદા રૂા. ૬ લાખ કરી રૂા. ૩ લાખની સારવાર આપવા જોગવાઇ કરી છે તેમ રાજયનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સમારોહમાં જણાવ્યુ હતુ .

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પુજીત રૂપાણી સંસ્થાની રૂપરેખા આપતા કહયુ કે, ૧૯૯૫થી ટ્રસ્ટે માનવ સેવાની પ્રવૃતિ હાથ ધરી છે અને આજે તેનો વ્યાપ રાજકોટથી આગળવધીને સૌરાષ્ટ્ર સુધી વ્યાપ વધ્યો છે તેને  આવકારી હવે સંસ્થા ખાતે નિયમિત ધોરણે નિદાન અને રાહતદરે આપરેશનનાં સેવા કાર્યો થશે

Dt.15 04 2018 Hon. C.m. At Pujit Rupani Trust Prog 9સમારોહનાં પ્રમુખસ્થાનેથી ઉદબોધન કરતા HCG કેન્સર સેન્ટર અમદાવાદનાં કેન્સર સર્જન ડો. કૌસ્તુભભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, કેન્સરને જાણે એ જીતે અને તેનાં ઉપર વિજય મેળવી શકાય છે. ડરે એ મરે છે. વહેલું કેન્સરનું નિદાન કરવામાં આવે તો દર્દીઓ બચી શકે છે. કેન્સર વ્યસન, વ્યકિતની જીવનશૈલી, ભોજનની અનિયમિતતા અને વાતાવરણનાં પ્રદુષણથી પણ થઇ શકે છે જે માટે આપણે જાગૃત થવું જરુરી છે આ તકે ડો. પટેલએ પ્રઝન્ટેશન થકી કેન્સર રોગ અંગેની માહિતી પુરી પાડી હતી.

સ્વાગત પ્રવચન કરતા ડો. જૈમિનભાઇ ઉપાધ્યાયએ શ્રી પુજીત રૂપાણી ટ્રસ્ટની સેવાકિય પ્રવૃતિની વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી અને અવરનેસ પ્રોગ્રામ અંગે વધુ માહિતી આપતા જણાવ્યુ હતુ કે, પુજીત રૂપાણી ટ્રસ્ટ અત્યાર સુધી રાજકોટ શહેરની આજુબાજુનાં વિસ્તારનાં લોકોને આરોગ્ય સેવા સુવિધાનો લાભ આપતા હતા હવે સમગ્ર સૌરાષ્ટ્રનાં લોકો માટે કેન્સર અવેરનેસ પ્રોગ્રામ તથા નિદાન કેમ્પ શરૂ કરેલ છે.

 

Dt.15 04 2018 Hon. C.m. At Pujit Rupani Trust Prog 13
કેન્સર અવેરનેસ અને નિદાન કેમ્પમાં ઉપસ્થિત લોકોને નિષ્ણાંત ડોકટરો ધ્વારા ખુબજ ઉપયોગ આરોગ્યલક્ષી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ મો, ગળુ, જડબા, બ્રેસ્ટ તથા ગર્ભાશયનાં તમામ પ્રકારનાં કેન્સર નિદાન પણ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ડો.કૌશિક પટેલ, ડો.કલ્પનાબેન કોઠારી, ડો. દુષ્યંત માંડલીક, ડો. પરીનભાઇ પટેલ, ડો. ભરતભાઇ પ્રજાપતિ, ડો. રશ્મિનબેન શાહ વગેરે ખુબજ સક્રિય રીતે સેવા પુરી પાડી હતી

આ પ્રસંગે સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્યો  સર્વશ્રી ગોવિંદભાઇ પટેલ, શ્રી અરવિંદભાઇ રૈયાણી, શ્રી લાખાભાઇ સાગઠીયા, મ્યુ.ફાયનાન્સ બોર્ડનાં અધ્યક્ષ શ્રી ધનસુખભાઇ ભંડેરી, નાયબ મેયર ડો. દર્શિતાબેન શાહ,પુર્વ ધારાસભ્ય શ્રીમતિ ભાનુબેન બાબરીયા,અમદાવાદ જિલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડે, અગ્રણી સર્વશ્રી કમલેશભાઇ મીરાણી, માંધાતાસિંહ જાડેજા, શ્રી મેહુલભાઇ રૂપાણી,શ્રી રાજુભાઇ ધ્રૃવ, ડો. અમીતભાઇ હાપાણી,શ્રી જીતુભાઇ કોઠારી, શ્રી નેહલભાઇ શુકલવગેરે ઉપસ્થિત રહયા હતાં.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.