Abtak Media Google News

વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર મહોદયનાં ૩૪માં જન્મદિવસની ઉજવણીમાં હાજરી આપી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગત શનિવારે રાજકોટની મુલાકાત દરમિયાન ૩૦૦ કરોડનાં વિકાસ કામોનું ખાતમૂર્હત કર્યા બાદ આજે ફરી એક વખત મુખ્યમંત્રી માદરે વતન રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેઓએ રાજકોટમાં માત્ર બે કલાકનું ટુકું રોકાણ કર્યું હતું અને વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો.૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયનાં ૩૪માં જન્મદિવસની ઉજવણીમાં હાજરી આપી હતી.

આજે બપોરે ૨:૩૦ કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું રાજકોટમાં આગમન થયું હતું. એરપોર્ટ પરથી તેઓ સીધા જ હેમુગઢવી હોલ ખાતે ગયા હતા જયાં વીવાયઓનાં સ્થાપક વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો.૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયનાં ૩૪માં જન્મદિવસની ઉજવણીમાં હાજરી આપી હતી. આ તકે મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, જાણીતા ઉધોગપતિ મૌલેશભાઈ ઉકાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મહિલા મોરચાનાં પ્રભારી અંજલીબેન રૂપાણી સહિતનાં આગેવાનોએ હાજરી આપી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટમાં બે કલાકનું ટુંકું રોકાણ કર્યું હતું અને બપોરે તેઓ ૪:૩૦ કલાકે ફરી ગાંધીનગર જવા માટે રવાના થઈ ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.