Abtak Media Google News

૨૦૧૬માં કાબુ બહાર ચાલી ગયેલી ચીનની સ્પેશ લેબોરેટરી ગમે ત્યાં ગમે ત્યારે ખાબકે તેવી પરિસ્થિતિ

ચીનનું પ્રથમ સ્પેશ સ્ટેશન ટીયાનગોંગ ધરતી સાથે ટકરાવવાની તૈયારીમાં છે. આ અવકાશી લેબનું વજન ૯.૫ ટનનું છે. આ સ્પેશ સ્ટેશન પૃથ્વીના કોઈપણ ક્ષેત્રમાં પડી શકે તેવી દહેશત છે. સ્પેસ સ્ટેશન હાનીકારક રસાયણોથી ભરેલું છે. જે ઘાતક સાબિત થઈ શકે છે તેવું મોનીટરીંગ એજન્સીઓનું કહેવું છે.

સુત્રોમાંથી મળતી વિગત મુજબ ચીનનું સ્ટેશન ૨૪ માર્ચથી ૧૯ એપ્રિલ વચ્ચે પૃથ્વી પર ગમે ત્યારે ગમે ત્યાં પડશે. એરોસ્પેસ કોર્પોરેશન મુજબ ટીયાનગોંગ-૧ ધરતીના વાતાવરણમાં એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં થશે. અલબત સ્પેસ એજન્સીનું કહેવું છે કે મોડયુલ ૨૪ માર્ચથી ૧૯ એપ્રિલ વચ્ચે ગમે ત્યારે પૃથ્વી સાથે ટકરાશે.

રીપોર્ટ મુજબ મોડયુલની ૪૩ ડિગ્રી નોર્થ અને ૪૩ ડિગ્રી સાઉથ લેટીટયુટ પર લેન્ડ થશે. આ મોડયુલ ઉતરી ચીન, મીડલ ઈસ્ટ, સેન્ટસ ઈટાલી, ઉતરી સ્પેન અને ઉતર અમેરિકાના રાજયોમાં છે. ઉપરાંત આ મોડયુલ ન્યુઝીલેન્ડ અથવા દક્ષિણ આફ્રિકામાં પણ પડી શકે તેવી દહેશત છે. જો આ સ્પેસ સ્ટેશન ધરતી સાથે ટકરાશે તો સેંકડો કિલોમીટરના વિસ્તારના લોકોને ગંભીર હાની પહોંચાડી શકે છે.

૨૦૧૬માં ચીને જાહેર કર્યું હતું કે, ટીયોનગોંગ-૧ તેના કાબુ બહાર ચાલ્યું ગયું છે. તેની ધરતી પરની એન્ટ્રી નોર્મલ રહેશે નહીં તે ગમે ત્યારે ગમે ત્યાં પટકાશે. જો માનવ વસ્તી નજીક આ એર સ્ટેશન પડશે તો બહુ મોટી સંખ્યામાં હાની થઈ શકે છે. અહીં ઉલ્લેખનીય છે કે ચીનનું ટીયાનગોંગ-૧ પ્રથમ સ્પેસ લેબોરેટરી હતી. આ સ્ટેશન પાંચ વર્ષથી અવકાશમાં તરતુ રહ્યું હતું. જેના દ્વારા ત્રણ મિશનને સફળ બનાવવામાં આવ્યા હતા. આ સ્પેશ સ્ટેશનનું સંચાલન ચાઈનીઝ નેશનલ સ્પેસ એડમીનીસ્ટ્રેશન દ્વારા કરવામાં આવી રહ્યું હતું. ૨૦૧૬માં એકાએક સંસ્થાએ સ્પેશ સ્ટેશન પરનો કાબુ ગુમાવી દીધો હતો. ત્યારબાદ ધીમે ધીમે આ સ્પેશ સ્ટેશન પૃથ્વીના વાતાવરણ તરફ ખેંચાઈ રહ્યું છે. હવે થોડા દિવસોમાં વાતાવરણમાં પ્રવેશ કરી ગમે ત્યાં ખાબકે તેવી પરિસ્થિતિ સર્જાય છે. અલબત કેટલાક ખગોળ શાસ્ત્રીઓ સ્પેશ સ્ટેશનથી નુકસાન નહીં થાય તેવો દાવો કરી રહ્યા છે. જયાં પડશે ત્યાં સેંકડો કિલોમીટર સુધી નુકસાન વેરશે તેવી દહેશત.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.