Abtak Media Google News

હેકરો આધાર ડેટાબેઝ સર્વર હેક કરવાની મથામણમાં હોવાનો રિપોર્ટ 

ટાઈમ ગ્રુપ્સના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ચીની હેકરોએ ભારતીય સરકારી એજન્સીમાં ઘૂસણખોરી કરી છે અને તે આધાર કાર્ડના ડેટાબેઝને હેક કરવાની મથામણમાં છે.

તમને જણાવી દઈએ કે, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જેને યુઆઈડીએઆઈ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમાં ૧ અબજથી વધુ ભારતીય નાગરિકોની ખાનગી બાયોમેટ્રિક માહિતી છે. આ વર્ષે જૂન અને જુલાઈ વચ્ચે ટ્રેક કરેલા ઘૂસણખોરી દરમિયાન ઓથોરિટીના નેટવર્કનું ઉલ્લંઘન થયું હોવાનું માનવામાં આવતું હતું, જોકે મળતી માહિતી મુજબ, કયા ડેટા લેવામાં આવ્યા તે હજુ સ્પષ્ટ નથી.

જો કે સરકારી એજન્સીએ જણાવ્યુ હતુ કે, આધાર કાર્ડનો તમામ ડેટાબેઝ એન્ક્રિપ્ટેડ છે અને માત્ર મલ્ટિફેક્ટર ઓથેન્ટિકેશન ધરાવતા વપરાશકર્તાઓ માટે જ ઉપલબ્ધ છે. એજન્સીના એક ઇમેઇલમાં જણાવવામાં આવ્યું છે કે એજન્સી પાસે “મજબૂત સુરક્ષા વ્યવસ્થા” છે જે સતત “ઉચ્ચતમ સ્તરની ડેટા સુરક્ષા અને અખંડિતતા” જાળવવા માટે અપગ્રેડ કરવામાં આવી રહી છે.

બોસ્ટન નજીક સ્થિત સાયબર સિક્યુરિટી ફર્મ જણાવ્યું હતું કે, તેણે સરકારી એજન્સી અને મીડિયા કંપની દ્વારા ઉપયોગમાં લેવાતા સર્વર્સ અને હેકર્સના માલવેરને સંચાલિત કરવા અને નિયંત્રિત કરવા માટે ઉપયોગમાં લેવાતા સર્વરો વચ્ચે શંકાસ્પદ નેટવર્ક ટ્રાફિકને ઓળખવા માટે શોધ તકનીકો અને ટ્રાફિક વિશ્લેષણ ડેટાના સંયોજનનો ઉપયોગ કર્યો હતો.જેમાં હેકર્સ  ડેટા ચોર્યા તે અંગે સ્પષ્ટ થયુ નથી.

ઉલ્લેખનીય છે કે,બેનેટ કોલમેન એન્ડ કંપની, જેને ટાઇમ્સ ગ્રુપ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ કંપનીએ તાજેતરમાં દાવો એક અહેવાલ પ્રકાશિત કરીને દાવો કર્યો છે કે,ચાઈનીઝ હેકર્સ દ્વારા આધાર ડેટાબેઝને નિશાન બનાવવામાં આવી રહ્યુ છે.ઉપરાંત ફેબ્રુઆરી અને ઓગસ્ટની વચ્ચે કંપનીમાંથી ડેટા ચોર્યા હોવાનો પણ દાવો કર્યો છે, પરંતુ રેકોર્ડ એજન્સીના જણાવ્યા મુજબ તે સ્પષ્ટ નથી થયુ કે ડેટા ચોરાયો હતો કે નહિ.

ટાઇમ્સ ગ્રુપના ચીફ ઇન્ફર્મેશન ઓફિસર રાજીવ બત્રાએ જણાવ્યું હતું કે, કંપની માટે આંતરિક સુરક્ષા રિપોર્ટમાં  ઘુસણખોરીને બિન-ગંભીર ચેતવણીઓના રૂપમાં લેવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.