Abtak Media Google News

કર્ણાટક સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવવા માટેનો પ્લાન્ટ ઉભો કરશે જેનાથી 1500થી વધુ રોજગારીની તકો પણ ઊભી થશે

સમગ્ર વિશ્વમાં ભારત વ્યાપાર ક્ષેત્રે પોતાનો પગદંડો જમાવવા માટે સતત મહેનત કરી રહ્યું છે અને વડાપ્રધાન મોદીના આત્મનિર્ભર ભારત અભિયાનને પણ સાર્થક કરવા માટે દરેક પગલાઓ લઇ રહ્યું છે. આ તકે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ભારત પોતાનો પગપેસારો કરવા માટે અને આત્મનિર્ભર બનવા માટે અનેકવિધ પ્રયત્નો હાથ ધરી રહ્યું છે ત્યારે વિશ્વના મહારથીઓ પણ ભારતને ચીપ ઉત્પાદનમાં બનાવવા માટે સજ્જ થયા છે.
તમા અમેરિકા સહિતના અનેક વિકસિત દેશો નો સમાવેશ થયો છે. હાલના તબક્કે આ ક્ષેત્રે સૌથી મોટી તકલીફ એ છે કે અલગ-અલગ સ્થળેથી વિવિધ ચીજવસ્તુઓ ચીપના ઉત્પાદન માટે લેવામાં આવતી હોય છે. પરંતુ જો આ એક જ સ્થળ ઉપર શક્ય બને તો ઘણાખરા ખર્ચા છે તે પણ બાદ થઈ શકે.
આ તમામ મુદ્દાઓને ધ્યાને લઇ ભારત દેશ આ ક્ષેત્રે ખૂબ જ ઝડપથી વિકસિત થવા માટેના તમામ જરૂરી પગલાઓ લઇ રહ્યું છે અને ઉત્પાદન હબ બનવા તરફ પ્રયાણ પણ શરૂ કરી દીધું છે. સેમિકન્ડક્ટર એક એવી ચીજ વસ્તુ છે કે જે દરેક ટેકનોલોજીના ઉપયોગમાં લેવામાં આવતી હોય પરંતુ અત્યાર સુધી આ સેમિકન્ડક્ટર વિશ્વના અન્ય દેશો પાસેથી આયાત કરવામાં આવતી હતી પરંતુ તે હવે ભારત દેશમાં એટલે કે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત જ બનાવવામાં આવે તે દિશામાં હાલ ભારત દેશ કાર્ય હાથ ધરી રહ્યું છે.
સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતને હબ બનાવવા માટે વિશ્વના મહારથીઓ એટલે કે વિશ્વના વિકસિત દેશો સતત કાર્યશીલ છે અને દરેક મુદ્દા ઉપર ગંભીરતાથી વિચાર વિમર્શ કરી રહ્યા છે તેમનું માનવું છે કે આ દરેક દેશ જો એક સાથે જોડાય અને વિતરણ વ્યવસ્થા સુદ્રઢ રીતે બનાવવામાં આવે તો આ વ્યાપાર થી ના ક્ષેત્રના વિકાસ થી દેશને ઘણો ફાયદો આર્થિક રીતે પહોંચી શકે છે અને ભારત દેશની અર્થવ્યવસ્થામાં પણ ઘણાખરા અંશે સુધારો જોવા મળશે.
સાથોસાથ ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રે પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા માટે વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પણ ઉભા કરવા માટેના કાર્યો હાથ ધરી રહ્યું છે અને જે સ્થાનિક ઉત્પાદન કરતે કંપનીઓ છે તેને પણ વધુને વધુ પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે તો બીજી તરફ યુનિટો કેજે સેમિકન્ડક્ટર અને ચીપ ઉત્પાદનમાં આગળ આવવા માંગતા હોય તેમને પણ પ્રોત્સાહન આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.