Abtak Media Google News

જમ્પસૂટનું નામ આવે એટલે કિડ્સ વેઅર જ ધ્યાનમાં આવે છે. જમ્પ સૂટ હવે ન્યુ બોર્ન બેબીઝ સુધી જ સીમિત ની રહ્યા, યંગસ્ટર્સમાં પણ એટલા જ લોકપ્રિય છે જમ્પસૂટ એ એક વન-પીસ ડ્રેસ છે જેમાં બોટમ અને ટોપ અલગ-અલગ ની હોતાં, પરંતુ એકસો સ્ટિચ્ડ હોય છે. બોટમ એટલે કે મિની શોટ્ર્સ, શોર્ટ્સ, ની લેન્ગ્, કાફ લેન્ગ્ કે ફુલ લેન્ગ્નાં પેન્ટ્સ હોય છે અને ટોપમાં સ્પઘેટી, હોલ્ટર, સ્લીવવાળું કે સ્લીવલેસ ટોપ હોય છે.

જમ્પસૂટ પહેરવા માટે કોઈ એજ-લિમિટ ની. ન્યુ બોર્ન બેબીઝી લઈને મોટી વયનાં ી કે પુરુષ કોઈ પણ પહેરી શકે છે. આ એક યુનિસેક્સ ડ્રેસ છે. જમ્પસૂટ એક વર્સેટાઇલ ડ્રેસ છે જે કોઈ પણ પ્રસંગમાં કોઈ પણ રીતે મિક્સ ઍન્ડ મેચ કરીને પહેરી શકાય છે. જમ્પસૂટ ખરીદતી વખતે એના સ્ટાઇલિંગની ખાસ નોંધ કરવી. બોડી ટાઇપ અનુસાર ખરીદી કરવી નહીં તો હાસ્યાસ્પદ લાગશે.

ઊંચી ગર્લ્સ

પાંચ ફીટ સાત ઇંચ કે વધારે હાઇટવાળી ગર્લ્સ ઍન્કલ લેન્ગ્ કે પછી ફુલ લેન્ગ્ના જમ્પસૂટની પસંદગી કરી શકે છે. બોટમ અને ટોપ એક કલરનાં ન હોય એવો કોન્ટ્રાસ્ટ લુક પણ સારો લાગશે જેી બહુ હાઇટેડ પણ નહીં લગાય. જો હાઇટ વધારે પડતી હોય તો હાઇટ બ્રેક કરવા બ્રોડ બેલ્ટ પહેરી શકાય. બ્રોડ બેલ્ટ સો એવા જ કલરનાં શૂઝ પહેરી બેલેન્સ્ડ લુક મેળવી શકાય. સ્પઘેટી કે સ્લીવલેસ લુક પણ સારો લાગી શકે.

ઍવરેજ હાઇટ

પાંચ ફીટ ચાર ઇંચી પાંચ ફીટ સાત ઇંચ જેવી ઍવરેજ હાઇટવાળી ગર્લ્સ બધી જ ટાઇપના કે બધી જ લેન્ગ્ના જમ્પસૂટ પહેરી શકે છે, પરંતુ એક શરતે – બોડી પણ એટલી જ વ્યવસ્તિ હોવી જરૂરી છે. ઍવરેજ હાઇટવાળાને મિની કે પછી અબવ ની લેન્ગ્ જેટલી શોર્ટ્સ હશે તો પણ સારું લાગશે. જમ્પસૂટ સો વધારે એક્સપરિમેન્ટ કરવા માટે એને ટ્રાન્સપરન્ટ ફેબ્રિકમાં પહેરવું અને એની સો કોન્ટ્રાસ્ટ કલરની સ્લિપ પહેરી એને એક નવો અને અલગ લુક આપી શકાય. જમ્પસૂટ એક જ કલરમાં અવા બોટમ અને ટોપ અલગ-અલગ કલર કે પ્રિન્ટ્સમાં હશે તો પણ સારો લાગશે. ઍવરેજ હાઇટ અને વ્યવસ્તિ ફિગરવાળા માટે ઘણી નવી પ્રિન્ટ્સના ઑપ્શન્સ પણ અવેલેબલ છે. વેહિકલ પ્રિન્ટ, ઇન્સેક્ટ પ્રિન્ટ કે ઍનિમલ પ્રિન્ટમાં પણ જમ્પસૂટ સારા લાગી શકે.

શોર્ટ હાઇટ

જેમની હાઇટ ચાર ફીટ આઠ ઇંચી પાંચ ફીટ ત્રણ ઇંચ છે તેમણે કોઈ પણ ડ્રેસની પસંદગી બહુ જ સમજદારીપૂર્વક કરવી જોઈએ જેમ કે જમ્પસૂટ પહેરવાની ઇચ્છા હોય તો ખાસ કરીને એક જ કલરનો પહેરવો જેનાી હાઇટ વધારે લાગી શકે. ઊભી ડિઝાઇનવાળી પ્રિન્ટ પહેરવી જેી લાંબા હોવાનો આભાસ ાય છે. મોટાં ફ્લાવરવાળી બોલ્ડ પ્રિન્ટ્સ કે ભડકીલા કલર પણ અવોઇડ કરવા જોઈએ. શોર્ટ હાઇટ હોય અને જો મોડલ ફિગર હોય તો લેન્ગ્નો જમ્પસૂટ સારો લાગશે. ટોપનું સ્ટાઇલિંગ બલૂન જેવું હશે તો પણ સારું લાગશે. આછી હાઇટવાળાએ ખાસ કરીને જમ્પસૂટમાં બેલ્ટ ન પહેરવો. જો બેલ્ટ પહેરવો જ હોય તો જમ્પસૂટના કલરનો જ પહેરવો.

ઍક્સેસરીઝ

જમ્પસૂટ એ એક કેઝ્યુઅલ લુક છે. કેઝ્યુઅલ લુક માટે નો જ્વેલરી કે મિનિમલ જ્વેલરી લુક સારો લાગી શકે. જમ્પસૂટ સો બીજી કોઈ હેન્ડબેગ લેવા કરતાં સ્લિંગ બેગ જ લેવી. ફૂટવેઅરમાં બેબી શૂઝ (ફ્લેટ શૂઝ) પર્ફેક્ટ લાગશે. હામાં બ્રોડ વોચ, બ્રોડ બેલ્ટ સો મિક્સ-મેચ કરી શકાય. મેકઅપમાં માત્ર કાજલ અને લિપગ્લોસ સો કેઝ્યુઅલ લુક મેઇન્ટેન કરી શકાય. હેરમાં મેસી લુક કે સાઇડ પ્લેટ સારી લાગશે.

જમ્પસૂટ ફોર મેન

બહુ ઓછા પુરુષો જમ્પસૂટ કેરી શકે છે. એના માટે સારું ફિઝિક હોવું બહુ જ જરૂરી છે. પુરુષો માટે પ્રિન્ટ્સના બહુ ઓછા ઑપ્શન્સ છે. આી પ્લેન જમ્પસૂટ જ સારા લાગશે. પ્લેનમાં ડેનિમ કે પછી કોડર્રોયના જમ્પસૂટ સારા લાગશે. કંઈક અલગ જ ટ્રાય કરવું હોય તો મિલિટરી પ્રિન્ટના જમ્પસૂટ વાઇટ કે બ્લેક સો સારા લાગી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.