ચોટીલા: સુખસર ગામેથી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો

શરાબની 785 બોટલ, 312 બીયરના ટીન મળી રૂ.1.17 લાખનાં મુદામાલ કબ્જે: બુટલેગરની શોધખોળ

અબતક, રણજીતસિંહ ધાંધલ, ચોટીલા

ચોટીલાના સુખસર ગામની સીમમાંથી શરાબની 785 બોટલ અને બીયરના 312 ટીમ મળી કુલ 1.17 લાખનો મુદામાલ ચોટીલા પોલીસે કબ્જે કરી બુટલેગરની શોધખોળ હાથ ધરી છે.

પોલીસ પાસેથી મળતી માહીતી મુજબ ચોટીલા પી.આઇ. આઇ.બી. વલવી સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સુખસર ગામે રહેતા ઉદયભાઇ શીવકુભાઇ ખાચર નામના શખ્સે સુખસર ગામની સીમમાં આવેલી અશોકભાઇ જગુભાઇ ધાંધલની વાડીની બાજુમાં આવેલા ખરાબામાં વિદેશી દારૂ અને બીયરનો જથ્થો છુપાવ્યો હતો.

પોલીસે બાતમીના આધારે સુખપર ગામની સીમમાં દરોડો પાડી શરાબની 785 બોટલ અને બીયરના 31ર ટીન મળી કુલ રૂ. 1.17 લાખનો મુદામાલ પી.આઇ. આઇ.બી. વલવી એએસઆઇ મીઠાભાઇ સવશીભાઇ, હેડ કોન્સ્ટેબલ વલ્લભભાઇ હીરાભાઇ, જનકસિંહ બળવંતસિંહ સરદારસિંહ જગાભાઇ, વિભાભાઇ વાઘાભાઇ અને આલાભાઇ વીરાભાઇ સહિતના સ્ટાફે  કબજે કર્યો છે. જયારે દરોડા દરમિયાન બુટલેગર ઉદયભાઇ શીવકુભાઇ ખાચર નાશી જતા તેની શોધખોળ હાથ ધરી છે.