Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણીની સૂચના આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના  બામણબોર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. આર.આર.બંસલ તથા સ્ટાફ દ્વારા ચોટીલા તાલુકાના તાજપર ગામે રાયાભાઈ ખોડાભાઈ ગાબુ ના મકાન પાસેના ખુલ્લા પ્લોટમાં રેઇડ કરી, રોકડ રકમ રૂ. ૧૩,૮૦૦/- તથા  મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૧૯,૮૦૦/-  ના મુદ્દામાલ સાથે ૦૭ આરોપીઓને પકડી પાડી, જુગાર ધારા હેઠળ કેસ દાખલ કરવામાં આવેલ છે….

બામણબોર પોલીસ સ્ટેશનના* પોલીસ સબ ઇન્સ. આર.આર.બંસલ, હે.કો. જયેશભાઈ, ગભરૂભાઇ, કનુભાઇ, દિલીપભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા *ચોટીલા તાલુકાના  તાજપર ગામે જાહેરમાં જુગાર રમતા આરોપીઓ (૧) રાયાભાઇ ઉર્ફે સંજય ખોડાભાઈ ગાબુ (૨) હર્ષદ ઉર્ફે વર્ષો હમીરભાઈ ગાબુ (૩) વિનુભાઈ ભીમાભાઇ ગાબુ (૪) વીનાભાઈ દાનાભાઈ ગાબુ (૫) મોહનભાઈ કરમશીભાઈ દુમાદિયા (૬) તેજાભાઈ સગરામભાઈ ડેડવાણીયા તથા (૭) દિનેશભાઈ પેમાભાઈ ગાબુ રહે બધા તાજપર તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગરને રોકડ રકમ રૂ. ૧૩,૮૦૦/- તથા મોબાઇલ ફોન નંગ ૦૭ કિંમત રૂ. ૬,૦૦૦/- તથા ગંજીપાના સહિતના કુલ રૂ.  ૧૯,૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી* પાડી, ધોરણસર અટક કરવામાં આવેલ છે. પકડાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ બામણબોર પોલીસ સ્ટેશનના પો.કો. દિલીપભાઈ હરિભાઈ એ સરકાર તરફે ફરિયાદી બની, જુગાર ધારા મુજબ ગુન્હો દાખલ કરાવી, કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે…..

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.