Abtak Media Google News
  • દમણના સ્વામી વિવેકાનંદ સભાગૃહમાં વડાપ્રધાનને રૂબરૂ મળ્યાનો હજારોની મેદનીનો સુખદ અનુભવ

દમણ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય કાર્યક્રમ મન કી બાત ના 100 માં એપિસોડમાં ગઈકાલે દમણના વિવેકાનંદ સભાખંડમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત નગરજનો એ લાભ લીધો હતો. દમણ સ્વામી વિવેકાનંદ સભા ગ્રહમાં, દાદરા અને નગર હવેલીના ડોક્ટર એપીજે અબ્દુલ કલામ કોલેજ ના મુખ્ય સભાગૃ અને દીવ ના મલાલા સભાખંડમાં આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

તેમાં લગભગ 1800 થી વધુ લોકોએ લાઈવ સ્ક્રીન પર વડાપ્રધાનની મન કી બાત સાંભળી હતી . દમણના કાર્યક્રમોમાં જિલ્લા કલેકટર સૌરભ મિશ્રા ,માહિતી પ્રસારણ વિભાગના સચિવ અસગર અલી  મુખ્ય મહેમાન પદે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિ7વિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ, સરકારી કર્મચારી અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ શિક્ષકો સહિત મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી .

Img 20230430 Wa0158

આ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશના લોકો માટે મન કી બાત ના શોમાં હપ્તા માટે વિશેષ સ્કેનિંગ ની વ્યવસ્થા કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના લોકપ્રિય કાર્યક્રમ મન કી બાત નો પ્રારંભ ત્રણ ઓક્ટોબર 2014 ના રોજ ઓલ ઇન્ડિયા રેડિયો ના માધ્યમથી દશેરાના દિવસથી થઈ છે આકાશવાણીના તમામ નેટવર્ક ઉપરાંત દુરદર્શન પર પણ પ્રસારિત કરવામાં આવે છે, આ કાર્યક્રમ દુરદર્શનની સાંકેતિક ભાષામાં પણ પ્રસારિત કરવામાં આવે છે

સેલવાસમાં પણ મન કી બાત ના 100 માં એપિસોડ નું પ્રસારણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલ ના નેતૃત્વ અને માર્ગદર્શનમાં સેલવાસ ડોક્ટર એપી જે અબ્દુલ કલામ હોલમાં મન કી બાત ના કાર્યક્રમમાં શાળાના કોલેજના વિદ્યાર્થીઓ અગ્રણી નાગરિકો આઈ આર બી એન બટાલિયન સેલવાસના જવાનો ,મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં દાદરા ના જિલ્લા કલેકટર ભાનુપ્રભા બેન ચીફ ઓફિસર અને અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નગરપાલિકાના પ્રમુખ રાકેશસિંહ ચૌહાણ સહિતના જન પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.