Abtak Media Google News
  • ઘણા સમયથી હિસાબના વિવાદમાં બનાવ બનતા અજાણ્યા શખ્સો સામે વકીલે નોંધાવ્યો ગુનોરાજકોટમાં મવડી નજીક આવેલ લક્ષ્મણ ટાઉનશીપમાં રહેતા વકીલ અને સોસાયટીના પ્રમુખના ફલેટના દરવાજામાં ગઈકાલે કોઈ અજાણ્યા શખ્સોએ જવલંતશીલ પદાર્થ છાંટી સળગાવી દેતા તેને તાલુકા પાલીસમાં ગુનો નોંધાવ્યો હતો. જેમાં તેને અપક્ષેપો કરતા જણાવ્યું હતું કે, સોસાયટીના સભ્યો સાથે તેને સોસાયટીના હિસાબ બાબતે માથાકૂટ ચાલી રહી હતી જેથી તે કારણોસર જ કોઈએ આ કૃત્ય કર્યા હોવાનું કહ્યું હતું.જેથી હાલ સીસીટીવી ફુટેજ દ્રારા તપાસ કરી આરોપીને પકડી લેવા પોલીસે મથામણ કરી છે.

વિગતો મુજબ મવડી વિસ્તારમાં આવેલી લક્ષ્મણ સોસાયટીમાં રહેતા રાજેશભાઈ બચુભાઈ ચાવડાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ જણાવ્યું હતું કે, તા.14-4ના રોજ મોડી રાત્રીના તેના ઘેર સુતા હતા તે દરમ્યાન તેની પત્નિએ જાગીને જાણ કરી હતી કે આપણા ઘરમાં આગ લાગી છે, જેથી તેને તપાસ કરતા હોલમાં રૂમાલ સળગતો હોય અને મેઈન દરવાજામાં તેમજ બુટના ઘોડામાં આગ લાગી હોય જેથી તેને દેકારો કરી પાણીની છાંટી આગ બુજાવી હતી તેમજ બહાર પણ દરવાજો સળગતો હોય પાણી નાખી આગ બુજાવી પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

Advertisement

ત્યાર બાદ તાલુકા પોલીસમાં જઇને વાત કરી હતી જેમા તે છેલ્લા ચાર વર્ષથી સોસાયટીમાં પ્રમુખ હોય અને બે માસથી કેટલાક લોકો તેની પાસે સોસાયટીનો હિસાબ માંગતા હોય જે અંગે મીટીંગ પણ થઈ હતી અને હિસાબની માંગ કરી હતી જેથી તેને પોલીસ બોલાવી હતી અને પ્રમુખ પદ મુકવાની વાત કરી હતી અને નવા પ્રમુખને હિસાબ આપી દેવાની વાત થયા બાદ કોઈ પ્રમુખ બનવા તૈયાર થયા ન હોય જેથી હિસાબ વિવાદ હાલ ચાલતો હોય કોઈએ તેને ભય બતાવવા કાવતરૂ રચી નુકશાન કરવા આ કૃત્ય આચર્યાનું જણાવતા જમાદાર જીલરીયાએ ગુનો નોધી આરોપીને પકડી લેવા મથામણ કરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.