Abtak Media Google News

ખાનગી ડોક્ટરે નાગરિકોની જાણ મહાનગરપાલિકાને કરવાની રહેશે

અમદાવાદમાં જે નાગરિકોને લાગતુ હોય કે તેમને કોરોના શંકાસ્પદ છે તેઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનના આધારે પ્રાઈવેટ લેબમાં પોતાનો કોરોના ટેસ્ટ કરાવી શકે છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, અત્ચારસુધી નાગરિકો માત્ર સરકાર દ્વારા લેવાયેલા સેમ્પલનું જ ટેસ્ટિંગ કરાવી શકતા હતા,

Advertisement

તેના બદલે હવે એમડી સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો જે નાગરિકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાય અને તેના ટેસ્ટ કરાવવાની ભલામણ કરશે તો ખાનગી લેબોરેટરીમાં એ નાગરિકો પોતાનો ટેસ્ટ કરાવી શકશે. જેની જાણકારી જે તે ડોક્ટરે મહાનગરપાલિકાને જાણ કરવાની રહેશે. આ નિર્ણય આવતીકાલથી લાગૂ પડશે.

અમદાવાદમાં એમડી સ્પેશિયાલિસ્ટ સહિતના 1400 જેટલા ડોક્ટરો ખાનગી પ્રેક્ટિસ કરે છે.ટેસ્ટનો રિપોર્ટ જો પોઝિટિવ આવશે તો અત્યારે સરકાર તરફથી પોઝિટિવ દર્દીઓની સારવાર માટે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં જે સુવિધા કરવામાં આવી છે ત્યાં આ નાગરિકોની સારવાર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.