Abtak Media Google News

ઔઘોગિક તાલીમ સંસ્થા રાજકોટ ખાતે નજીકના દિવસોમાં  એડમિશન-૨૦૨૦ પ્રક્રિયાની શરુઆત થશે જેના અનુસંધાને તા. ૯-૬-૨૦ થી આઇ.ટી.આઇ. ખાતે વિઘાર્થી અને વાલીઓ સાથે કાઉન્સીલીંગ પ્રક્રિયાની શરુઆત થઇ ગયેલ છે. હાલ આઇ,.ટી.આઇ ખાતે ૪૩ થી વધુ ટ્રેડ કાર્યરત છે. જેમાં ધો. ૮,૯ અને ૧૦ પાસ વિઘાર્થીઓને મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવે છે. દરેક ટ્રેડમાં ફાઇનલ પરીક્ષા પાસ થનાર વિઘાર્થીઓને એનસીવીટી નું પ્રમાણપત્ર આપવામાં આવે છે. જે ભારત તેમજ વિદેશમાં નામાકીત કંપનીઓમાં રોજગારી તેમજ સ્વરોજગારી માટે ઉપયોગી છે. હાલ આઇ.ટી.આઇ. ખાતે દરેક ટ્રેડમાં અધતન મશીનરી, ઇકિવપમેન્ટ, હેનડ ટુલ્સ અને તાલીમ પામેલ અનુભવી ઇન્સ્ટ્રકટર દ્વારા તાલીમ આપવામાં આવે છે. ૨૦૧૯-૨૦ ના વર્ષમાં ૪૦ થી વધુ નામાંકિત કંપનીઓમાં ર૦૦૦ થી વધુ તાલીમાર્થીઓને પ્લેટમેન્ટ (નોકરી) સંસ્થા ખાતેથી અપાવવામાં આવેલ છે.

Advertisement

તાલીમાર્થી ફાઇનલ પરીક્ષા પાસ કરીને એપ્રેન્ટીસ તરીકે જોડાઇને આકર્ષક સ્ટાઇપેન્ડ મેળવી શકે છે. આઇ.ટી.આઇ. ખાતે અભ્યાસ કરતા તાલીમાર્થીઓને સ્કોલરશીપ તેમજ બસ પાસ તેમજ સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવા પાત્ર રહેશે. વધુ માર્ગદર્શન માટે આઇ.ટી.આઇ. ની ‚રૂબરૂ ‚મુલકાત તેમજ વેબસાઇ www.itirajkot.org ની મુલાકાત લેવા આચાર્ય આઇ.ટી.આઇ.ની યાદીમાં જણાવાયું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.