Abtak Media Google News

સરકારની યોજના નાના કારીગરોને પગભર કરવા માટે મહત્વની સાબિત થશે દિપક મદલાણી

ગુજરાત રાજયના હાથશાળ અને હસ્તકલાના કુટિર ઉદ્યોગના કારીગરોને ધંધાના વિકાસ માટે કાચો માલ ખરીદવા નાણાકીય મૂડીની જ‚રિયાત પડતી હોય છે. આ નાણાકીય જ‚રીયાત માટે કારીગરોએ નાણાકીય સંસ્થાઓ/ખાનગી ધિરાણકર્તા ઉપર આધાર રાખવો પડે છે. જેનો વ્યાજદર ઉંચો હોવાથી વર્તમાન સમયમાં કુટિર ઉદ્યોગના કારીગરોને બજારમાં ટકી રહેવું મુશ્કેલ બન્યું છે. આ સંજોગોમાં ગુજરાત સરકારના કુટિર અને ગ્રામોદ્યોગ હસ્તકના ઈન્ડેક્ષ-સીમાં હેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આર્ટીઝન તરીકે નોંધાયેલા કારીગરોને કાર્યકારી મૂડી માટે સરળતાથી ઓછા વ્યાજે જ‚રીયાત મુજબના નાણા મળે તે માટે આ યોજના અમલમાં લાવવામાં આવી છે. તેમ જણાવી રાજકોટ જિલ્લા ઉદ્યોગ સેલના ક્ધવીનર દિપક મદલાણીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નાના કારીગરો માટે લીધેલા મહત્વના નિર્ણય બદલ આભારની લાગણી વ્યકત કરી છે.

Advertisement

તેઓએ આ અંગે વિગતો આપવા જણાવ્યું છે કે, યોજનાનો લાભ ૧૮ વર્ષથી વધુ ઉંમરના એવા કારીગરો મેળવી શકે છે કે જેઓ વિકાસ કમિશનર હેન્ડલુમ/વિકાસ કમિશનર હેન્ડીક્રાફટ/ઈન્ડેક્ષ્ટ-સી દ્વારા અપાયેલા આર્ટીઝન તરીકેનું ઓળખપત્ર ધરાવતા હોય. ઉપરાંત કારીગર હાથશાળ કે હસ્તકલાની કારીગરીનો જાણકાર હોવો જોઈએ. રાજય સરકાર દ્વારા આ યોજનામાં ખોડખાંપણ ધરાવતા વિકલાંગ/અંધ કારીગરોનો તેમજ નાનામાં નાના કારીગરોને લાભ મળી રહે તે માટે આવકની કોઈ મર્યાદા નહીં રાખીને મહત્વનું પગલુ ભર્યાનું તેઓએ ઉમેર્યું છે.

આ યોજના મુજબ લાભાર્થીને લાભાર્થીને વાર્ષિક રૂ.૧.૦૦ લાખની મહત્તમ મર્યાદામાં મશીનરી અથવા વર્કિંગ કેપીટલ અથવા બન્ને માટે ધિરાણ મળી શકશે. યોજના હેઠળ બેંક દ્વારા મંજૂર થયેલ લોન ધિરાણ થટા બાદ નિયત કરાયેલી માર્જિન મની ચૂકવવાના રહેશે.

આ યોજના હેઠળ ૭ ટકાના દરે વ્યાજ સહાય મળવાપાત્ર થશે જે સહાય દર ૬ મહિને બેંક તરફથી કલેઈમ મળ્યેથી લાભાર્થીના ખાતામાં જમા કરાવવાની રહેશે. આ સહાય મહત્તમ ત્રણ વર્ષ સુધી જ મળવાપાત્ર રહેશે. વધુમાં વધુ ત્રણ વર્ષ સુધી નિયમીત બેંક નકકી કરે તે મુજબ હપ્તા ભરનાર લાભાર્થીને બેંકની ભલામણથી ફરીથી આ યોજના હેઠળ લાભ આપી શકાશે પરંતુ મહત્તમ ત્રણ વાર જ આ શરતો હેઠળ આ યોજનાનો લાભ મળી શકશે. યોજનાનો લાભ લેવા ગ્રામ્ય અને શહેરી વિસ્તારની તમામ અરજીઓ માટે જે તે જિલ્લાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે.

કુટિર ઉદ્યોગના કારીગરોને નવા ધંધા કે ચાલુ ધંધાના વિકાસ માટે કાચો માલ ખરીદવા, સાધન ઓજારો અને મશીનરી ખરીદવા માટે નાણાંકી સવલત મળી શકે છે તેમ રાજકોટ જિલ્લા ઉદ્યોગ સેલના ક્ધવીનર દિપક મદલાણીએ અંતમાં ઉમેર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.