Abtak Media Google News

તાલુકાની એક લાખની વસતી માટે સિટી સર્વે કચેરીની અનિયમિતતા બને છે મુશ્કેલીનું કારણ

વિસાવદરમાં સીટી સર્વે કચેરીની અનિયમિતતા દુર કરવા માંગ સાથે કચેરીની અનિયમિતતા દુર ન થાય તો પદાધિકારીઓને રાજીનામા આપી દેવા જોઇએ તેમ જણાવી સામાજીક આગેવાન મુકેશભાઇ રીબડીયાએ સીટી સર્વે કચેરી નિયમ સર દરરોજ ચાલુ કરવા માંગ કરેલ છે. વિસાવદરમાં સરકારે વસ્તીના ધોરણે સિટી સર્વેની કચેરી મંજુર કરેલ છે પરંતુ આ કચેરી ક્યારે ખુલશે તે સમય નક્કી કરેલ નથી ત્યારે વિસાવદર ની એક લાખની વસ્તી ધરાવતા તાલુકાની પ્રજા આ કચેરી ક્યારે ખુલે તેની રાહ જોઈ રહી છે

આ કચેરી અઠવાડિયામાં બે દિવસ ખુલતી હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી આ કચેરી ખુલવાનો કે બંધ થવાનો ટાઈમ નક્કી હોતો નથી અને તેના કારણે અરજદારો આ કચેરીમાં ધક્કા ખાઈ રહિયા છે ત્યારે આ તાલુકામાં ચૂંટણી સમયે બિલાડીના ટોપની જેમ ઉગી નીકળતા ભાજપ, કોંગ્રેસ અને આપના આગેવાનો આ બાબતે જાણે મૂર્છા અવસ્થામાં ચાલ્યા ગયા હોય એમ લાગે છે.આ મુદ્દાને લઈને   કોઈ રજુઆત કરતું નથી આ કચેરીમાં જૂનાગઢથી અપડાઉન કરતા અધિકારી ક્યારે આવે અને ક્યારે જાય તે સમય નક્કી હોતો નથી

વિસાવદર શહેરની વસ્તી આશરે ચાલીસ હજાર જેટલી છે તાલુકાની વસ્તી દોઢ લાખ જેટલી છે ત્યારે અહીં રાજકારણીઓ માત્ર મત માગવા અને પ્રજાને ઝુઠા વચનો આપવાની સારી કામગીરી કરી રહ્યા છે તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.આ બાબતે તમામ પક્ષના લોકો આગળ આવી આ સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવે તેવું પ્રજા ઈચ્છી રહી છે તેમ મુકેશ રીબડીયાએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.