Abtak Media Google News

કોટડા સાંગાણી રોડ પર આવેલા લોઠડા નજીકના હરીઓમ કારખાના પાસે વાહન સરખુ ચલાવવાના પ્રશ્ર્ને બોલેરો અને કેરી ગાડીના ચાલક વચ્ચે ઝઘડો થતાં બંનેએ સામસામે પાઇપ અને સળીયાથી હુમલો કરતા ત્રણ ઘવાયા હતા. જેમાં કોટડા સાંગાણીના ભાડુઇ ગામના બોલેરો ચાલક ગંભીર રીતે ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આજી ડેમ પોલીસે સામસામે ગુનો નોધી તપાસ હાથધરી છે.

લોખંડના પાઇપ અને સળીયાથી સામસામે હુમલો: એક ગંભીર

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોઠારિયા સોલવન્ટ પાસે ગોપાલનરમાં રહેતા વજેકરણ ઉર્ફે વિઠ્ઠલભાઇ નાથાભાઇ બોરીયા અને રઘુ બોરીયા પોતાની જી.જે.3બીવાય. 8312 નંબરની કેરી ગાડી લઇને લોઠડા પાસેના હરીઓમ  કારખાના પાસે પસાર થતા હતા ત્યારે જી.જે.બીયુ. 47 63 નંબરની બોલેરોના ચાલકે અચાનક તેનો બોલેરો સામે આવવા દેતા વાહન સરખુ ચલાવવાનું કહેતા બંને વચ્ચે બોલાચાલી થતા બોલેરોના ચાલકે વજેકરણ ઉફે વિઠ્ઠલ ભરવાડ અને રઘુ બોરીયાને પાઇપથી માર માર્યો હતો.

જ્યારે કોટડા સાંગાણી તાલુકાના ભાડુઇ ગામે રહેતા નવઘણભાઇ વાલાભાઇ માટીયા પોતાનો બોલેરો લઇને લોઠડા પાસેથી પસાર થતા હતા ત્યારે જી.જે.3બીવાય. 8312 નંબરની કેરી ગાડીના ચાલક વજેકરણ બોળીયા અને રઘુ બોરીયાએ ગાડી સરખી ચલાવવાનું કહી પાઇપ અને સળીયાથી માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આજી ડેમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એમ.ડી.પરમાર અને બી.આર.પરમાર સહિતના સ્ટાફે સામસામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.