Abtak Media Google News

બ્રીજદાન ઉર્વશીબેન રાદડીયાના લોકડાયરામાં રંગ જામ્યો: મહાઆરતીનો લાભ લેતા વિવિધ સમાજના અગ્રણીઓ

રાજકોટ શહેર ભાજપની ગણપતિ મંગલ મહોત્સવ સમીતી દ્વારા રેસકોર્સ ઓપન એર થિયેટર, કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન, સિઘ્ધી વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનું આયોજન થયું જેમાં દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્પર્ધાઓનું આયોજન થાય છે. ગઇકાલે બ્રિજદાન ગઢવી અને ઉર્વશીબેન રાદડીયાનો લોકડાયરો લોકએ મોડી રાત સુધી મણ્યો હતો. આજે ફરાળી વાનગી સ્પર્ધા તેમજ ૯ કલાકે કલાસીકલ નૃત્યુ કાર્યક્રમ યોજાશે.ગણપતિ મંગલ મહોત્સવ સમીતીના ઇન્ચાર્જ અને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીની અઘ્યક્ષમાં તેમજ ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન અને પ્રદેશ ભાજપ અગ્રણી ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી અને વિધાનસભા-૬૯ના ઇન્ચાર્જ નીતીન ભારદ્વાજ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ અને માજી ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, ભાનુબેન બાબરીયા, શહેરના મેયર ડો. જૈનમભાઇ ઉપાઘ્યાય, પૂર્વ મેયર ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુભાઇ કોઠારી, કિશોર રાઠોડ, શહેર ભાજપ મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન ‚પાણી શિક્ષણ સમીતીના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર ના માર્ગદર્શન હેઠળ થઇ રહ્યું છે.આ ગણપતિ મંગલ મહોત્સવના છઠ્ઠા દિવસે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓની ભીડ બાપાના દર્શનનો લાભ લેવા ભકિતભાવ પૂર્ણતાથી હાજર રહી હતી. રોજ સાંજે ૭ કલાકે કરાતી ગણપતિબાપાની મહાઆરતીમાં છઠ્ઠા દિવસે શહેરના ક્ષત્રિય સમાજ, કાઠી સમાજ, રાજપુત સમાજ, લુહાણ સમાજ, શીવસેના, શાપર-વેરાવળ મેટોડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એશો. રાજકોટ નાગરીક બેંક લી. ના આગેવાનો તેમજ વોર્ડ નં.૭ અને વોર્ડ નં.૯ ના ભાજપના આગેવાનોએ બહોળી સંખ્યામાં ભકિતભાવપૂર્વક ઉ૫સ્થિત રહી મહાઆરતીનો લાભ લીધો હતો. જેમાં ક્ષત્રીય સમાજમાં માંધાતાસિંહ જાડેજા, પી.ટી.જાડેજા, મોહનસિંહ જાડેજા, રણજીતસિંહ જાડેજા, દિગુભા ગોહીલ, નવલસિંહ જાડેજા, દૈવતસિંહ  જાડેજા, મોહીનીબા, રામદેવસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ગોહીલ, પૃથ્વીસિંહ ઝાલા, આર.ડી. જાડેજા, યશવંતસિંહ રાઠોડ, તખુભા રાઠોડ, પ્રતિપાલસિંહ ગોહીલ, દેવેન્દ્રસિંહ જાડેજા, કાઠી સત્યેન્દ્રભાઇ ખાચર, નિર્મળભાઇ ડાવેરા, રાજપુત સમાજમાંથી કિશોરભાઇ રાઠોડ, મનોજસિંહ ઝાલા, અજયભાઇ પરમાર, બીપીનભાઇ ભટ્ટી, પાર્થરાજસિંહ ચૌહાણ, રાજેનભાઇ સંદીપભાઇ ડોડીયા, જશીબેન કામલીયા, શકિતસિંહ રાઠોડ, પાર્થરાજસિંહ કામલીયા, જે.વી. હેરમા, હરેશભાઇ પરમાર, જયસિંહ રાઠોડ, જેમલભાઇ રાઠોડ (બાટવા) જીણાભાઇ ચાવડા, કિશોરભાઇ ડોડીયા, હીતેશભાઇ ડોડીયા રમેશભાઇ ચૌહાણ સહીતનાએ ધન્યતા અનુભવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.