Abtak Media Google News

રાજકોટમાં ત્રિકોણબાગ ચોક કાતે ‘ત્રિકોણ બાગ કા રાજા’નો ૧૯મો જાજરમાન અને ગુજરતાનો વિશાળ ગણપતિ મહોત્સવ ભકિતભાવથી ધામધૂમપૂર્વક ઊજવાય રહ્યો છે. સમૂહ આરતીમાં નલીનભાઈ ઝવેરી, કોંગ્રેસના મહિલા અગ્રણી ગાયત્રીબા વાઘેલા, અશોકસિંહ વાઘેલા, પી.ટી. જાડેજા, પી.રોય, રણજીતભાઈ મુંધવા સહિતના ઉપસ્થિત રહ્યા હતાગઈકાલે લોક ડાયરાએ રંગત જમાવી હતી આજે સાંજે પાંચ વાગ્યે બાળકો માટે ચિત્ર સ્પર્ધા યોજાશે અને રાત્રે ૮.૩૦ વાગ્યે ઈસ્કોન મંદિરના ભકતો દ્વારા ધૂન-નૃત્ય બાદ રાત્રે સાડા નવ વાગ્યે ગઢવી બંધુઓ કસુંબલ રંગ ડાયરામાં દર્શક શ્રોતાઓને મોડીરાત સુધી મોજ કરાવશે.આવતીકાલે શૂક્રવારે જાહેર જનતા માટે સાંજે પાંચ વાગ્યે આરતી સુશોભન સ્પર્ધા અને રાત્રે ૮.૩૦ વાગ્યે સોહિલ બ્લોચ ગ્રુપ દ્વારા કર્ણપ્રિય સંગીત સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. શહેરના સર્વે ગણેશ ઉપાસકો, ભાવિકોને મનોહર મૂર્તિના દર્શન, પૂજન, પ્રસાદ અને પ્રેરણાદાયી રાત્રી કાર્યક્રમોનો લાભ લેવા પધારવા જીમ્મી અડવાણી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.