Abtak Media Google News

આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે રાજકોટ જિલ્લા પંચાયત દવારા જિલ્લા પંચાયતના સ્વભંડોર અને અન્ય યોજનાઓ સાથે કનવર્ઝેશન હેઠળ નવા પ્રોજેક્ટ લોન્ચ કરાયા હતા. આ તકે રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ , રાજકોટ જિલ્લા કલેકટર ,જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારી ઉપસ્થિત રહયા હતા. આ તકે વધુ માહિતી આપતા જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા બે પ્રોજેકટ અને એક કેમ્પેઇન અમલી બનાવા આવ્યું છે.

Advertisement

આ તકે પ્રોજેક્ટ દીકરી હેઠળ રાજકોટ જિલ્લાના 11 તાલુકા માં દીકરીઓની સ્વચ્છતા અને તેમનું જીવન સુખમય બને તે માટે ફ્રી સેનેટરી પેડ વેન્ડિંગ મશીન મુકવામાં આવશે ત્યારે આ પ્રોજેક્ટ હેઠળ પ્રથમ તબક્કામાં 125 જેટલી શાળામાં વેનડીંગ મશીન મુકવામાં આવશે જેનો લાભ આશરે 13 હજારથી વધુ દીકરીઓ લઇ શકશે. આ મિશન શ્યામા પ્રસાદ મુખર્જી રર્બન મિશન હેઠળ ફોન કરવામાં આવ્યું છે જે પ્રોજેક્ટની અંદાજીત રકમ 25 લાખ જેટલી થશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

તેવી જ રીતે પ્રોજેક્ટ રમતવીર રાજકોટ હેઠળ દરેક તાલુકામાં રમત ગમત ને સારોએવો વેગ મળે અને માળખાકીય સુવિધા સુદ્રઢ બને તે હેતુને ધ્યાને લઇ રમત-ગમતના મેદાનો ઉભા કરવામાં આવશે આ પ્રોજેક્ટમાં મનરેગા યોજના હેઠળ મેદાન બનાવવા છે જેમાં શૌચાલયની પણ પ્રાથમિક સુવિધા ઉભી કરાશે. રમત-ગમતના મેદાનો માટે જે સાધનો ની ઉપલબ્ધિ જરૂરી છે તે જિલ્લા પંચાયતના સ્વભંડોળ અને વિવેકાધીન ગ્રાન્ટમાંથી આપવામાં આવશે એટલું જ નહીં મેદાન ની દેખરેખ અને તેનું યોગ્ય રીતે જાળવણી થાય તે માટે સ્વસહાય જુથ નો પણ સાથ અને સહકાર લેવામાં આવશે ત્યારે આ પ્રોજેક્ટની અંદાજીત રકમ 2.75 કરોડ જેટલી થઈ શકે છે. વધુમાં જિલ્લા વિકાસ અધિકારીએ માહિતી આપતા કહ્યું હતું કે આગામી છ માસના સમયગાળામાં જ દરેક તાલુકા સ્તરે ગ્રાઉન્ડ ઉભા કરવામાં આવશે અને લોકોના ઉપયોગમાં લેવાશે. ત્યારે જમીનની ઉપલબ્ધી અંગે તેઓએ જણાવ્યું હતું કે આ અંગે કલેક્ટરને  પ્રથમ અરજી કરવામાં આવશે અને તે અંગેની દરખાસ્ત પણ મોકલવામાં આવશે.

અંતમા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા યોગા સે હોગા કેમ્પેઇન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ 21મી સદીમાં લોકોના શારીરિક અને માનસિક વિકાસ માટે યોગ નું મહત્વ અનેરું છે અને જે વ્યક્તિ નિયમિત રૂપથી યોગ કરે છે તેને જીવનભર તેનો ફાયદો મળતો રહે છે ત્યારે ગ્રામ્યસ્તરે લોકોને યોગ માટે પ્રેરિત કરી નો ઉત્સાહ વધારવા માટે દરેક તાલુકા તારે પ્રચાર-પ્રસાર કરવામાં આવશે. એટલું જ નહીં ભારત દેશ તેની આઝાદીના 75 વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યું છે ત્યારે પ્રાથમિક તબક્કે રાજકોટ ગ્રામ્ય વિસ્તારના 75 જગ્યાએ યોગ કેમ્પનું આયોજન કરવામાં આવશે સાથોસાથ આ આયોજન લીલા આયુર્વેદિક શાખા ની દેખરેખ હેઠળ જ પૂર્ણ કરાશે જે કેમ આવનારા ત્રણ માસ સુધી યથાવત રીતે ચાલુ રાખવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.