Abtak Media Google News

ક્યોસેરાકોર્પોરેશને જાપાનની સર્વિસ પ્રોવાઈડર કંપની KDDI સાથે મળીને નવો Rafre સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપનીએ ડિસેમ્બર 2015માં DIGNO Rafreને લોન્ચ કર્યો હતો, જે દુનિયોનો પહેલો ફોન હતો, જેને હેન્ડ શોપથી ધોઈ શકાતો હતો. જોકે, લેટેસ્ટ વર્ઝનમાં હેન્ડ શોપની સાથે સાથે બોડી શોપનો પણ સમાવેશ કર્યો છે. જાપાનમાં આ સ્માર્ટફોનનું વેચાણ માર્ચ 2017થી શરૂ થશે. આ ફોન પેલ પિંક, ક્લિયર વાઈટ અને લાઈટ બ્લૂ કલરમાં મળશે.

નવા હેડસેટમાં સ્પેશ્યલ કુંકિગ એપ પણ આપવામાં આવી છે. જેના દ્વારા યૂઝર્સ રેસિપી શીખી શકશે, તેની સાથે સાથે ડિસ્પલેને ટચ કર્યાં વગર હાથના ઈશારાથી ફોન ઉપાડી શકાશે અને એલાર્મ પણ સેટ કરી શકાશે.

ફોનમાં સ્માર્ટ સોનિક રિસિવર ટેકનોલોજી પણ આપવામાં આવી છે, જે વાઈબ્રેશનનો ઉપયોગ કરીને સાઉન્ડ કાનો સુધી પહોચાડે છે. ફોનમાં 3000mAhની બેટરી આપવામાં આવી છે.

Rafreમા ક્યોસેરાનું ઈમેઝ પ્રોસેસિંગ AINOS ઈઝન આપવામાં આવ્યું છે. જે દ્વારા યૂઝર્સ ઓછા પ્રકાશમાં પણ શાનદાર તસવીરો લઈ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.