Abtak Media Google News

જામનગરના જીલ્લા વહીવટીતંત્રએ, જામનગર નજીકના પિરોટન ટાપુ પર સફાઇ અભિયાન હાથ ધર્યુ પરંતુ પત્રકારોને ખુદ તંત્રએ આ સમગ્ર અભિયાનથી દુર રાખતા, સોનાની ખાળીમાં લોઢાની મેખ જેવો તાલ સર્જાયો છે, જેની સમગ્ર હાલારમાં આકરી ટીકાઓ થઇ રહી છે અને સોશ્યલ મીડીયામાં તો પત્રકારો સહિતના સૌ સંબંધીઓએ જીલ્લા વહીવટીતંત્રનો કચરો કરી નાખ્યો છે.

Img 20180128 Wa0047
જામનગર-હાલારના દરીયામાં સંખ્યાબંધ ટાપુઓ છે જે પૈકી અમુક ટાપુ કુખ્યાત અને લગભગ મોટાભાગના ટાપુ સરહદી દ્રષ્ટીએ સુરક્ષા સંબંધે અતિશય સંવેદનશીલ હોવા છતાંયે આ ટાપુઓની દેખરેખ માવજત વિશે લોકોનો અભિપ્રાય બહુ સંતોષજનક નથી.

Img 20180128 Wa0049
તાજેતરમાં કલેકટર રવિશંકરએ કલેકટર કચેરીના સભાખંડમાં તમામ પત્રકારો-મીડિયા કર્મીઓને આમંત્રણ આપી બોલાવ્યા પછી પિરોટન ટાપુ પર સફાઇ અભિયાન હાથ ધરવામાં આવશે એવી વાજતેગાજતે જાહેરાત કરી, પત્રકારો સહિત સૌ સંબંધિતોનો સહયોગ માગ્યો. સ્વાભાવિક રીતે જ બધાએ સહયોગ આપવાની તત્પરતા દેખાડી બીજા દિવસે અખબારોમાં, કલેકટરની આ પત્રકાર પરીષદની વિગતોને સારા અભિયાનના સ્વરૂપમાં ફુલડે વધાવવામાં આવી પછી વહીવટીતંત્રએ પલટી મારી, જાહેર કર્યુ કે ટાપુ પર સફાઇ અભિયાન તો હાથ ધરાશે પરંતુ પત્રકારોએ ત્યાં આવવાની આવશ્યકતા નથી ! પત્રકારોની ગેરહાજરી સાથે ર00-રપ0 લોકોનો કાફલો કલેકટરની આગેવાનીમાં પહોચ્યો પિરોટન ટાપુ પર, જેમાં વનવિભાગ સહિતના તંત્રોનો સમાવેશ થતો હતો.

Img 20180128 Wa0051 1
અભિયાન પૂર્ણ થયા પછી, સરકારી પધ્ધતિ મુજબ જાહેર કરવામાં આવ્યું કે, બાર ટુકડીઓએ અભિયાનમાં ભાગ લઇ 400 બેગ જેટલો કચરો એકત્ર કર્યો, જેનું વજન પાંચેક ટન જેટલું અંદાજવામાં આવ્યું અને બોટ મારફત આ કચરો જામનગર લાવી તેનો ડમ્પીંગ પોઇન્ટ ખાતે નિકાલ કરવામાં આવ્યો પરંતુ પત્રકારોને આ અભિયાનથી વહીવટીતંત્રએ દુર રાખતા, તંત્રોની ખુબ જ આકરી ટીકાઓ થઇ છે – જો કે એમ છતાંયે તંત્ર દ્વારા કોઇ જ સત્તાવાર સ્પષ્ટતા કરાઇ નથી કે પત્રકારોને આ સુંદર કામગીરીથી શા માટે અલિપ્ત રાખવામાં આવ્યા ? પ્રેસ તસ્વીરકારોને શા માટે સાથે લઇ જવામાં ન આવ્યા ? શા માટે કલેકટરે, પોતાનો અગાઉનો નિર્ણય ફેરવ્યો ? કોઇ ચોક્કસ દબાણ કામ કરી ગયું કે કેમ ? વગેરે ચર્ચા-શંકાઓ વ્યકત થઇ રહી છે.

પિરોટન ટાપુ પર પત્રકારોને નો એન્ટ્રીનો વિવાદ જાગ્યો

Img 20180128 Wa0054
તાજેતરમાં જ બદલી પામીને જામનગર આવેલા કલેકટરે, શા માટે પત્રકારોની નારાજગી વ્હોરી ? પત્રકારો પિરોટન ટાપુ સામુહિક રીતે ન પહોચે એવી ચાલ કોણ ગોઠવી ? કલેકટરને કોઇએ ગેરમાર્ગે દોર્યા ? આ ટાપુ અંગે થોડા સમય પહેલા એક ગેરકાયદે દફનવિધિનો પણ વિવાદ જાગેલો ! આ ટાપુ સહિતના ટાપુઓ જૈવિક દ્રષ્ટીએ અતિ મહત્વના હોવા છતાં આટલો જંગી કચરો ત્યાં એકત્ર શા માટે થાય છે ? વનવિભાગ સહિતના તંત્રો ટાપુની દેખરેખ નથી રાખતા ? આટલો લાંબો સમય, શા માટે કોઇ તંત્રને ટાપુઓની ચિંતા ન થઇ ? વગેરે પ્રશ્રો, તળીયેથી સપાટી પર પહોચ્યા છે કારણ કે તંત્રએ દરીયો ડહોળ્યો છે. જામનગરના પિરોટન ટાપુ પર વહીવટી તંત્ર દ્વારા સફાઇ અભિયાન હાથ ધરાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.