Abtak Media Google News

આડેધડ પડેલા વાહનોની તસવીરો ખાસ મોબાઈલ એપના માધ્યમથી મોકલી દંડ ફટકારાશે: શહેરની ટ્રાફિક સમસ્યા હલ કરવા પ્રયાસ

શહેરનાં વધતા કદની સાથે ટ્રાફીકની સમસ્યા પણ વિકરાળ બની રહી છે. યાજ્ઞીક રોડ, બસ સ્ટેન્ડ, ભૂતખાના ચોક, ગૂંદાવાડી મેઈનરોડ, પેલેસ રોડ, ધર્મેન્દ્ર રોડ, પરાબજાર રોડ સહિતના સ્થળોએ ટ્રાફીકથી તોબા પોકારી જવાય છે.જોકે ટ્રાફીકની સમસ્યા હલ કરવા તંત્રએ નવીનતમ રસ્તાઓ શોધી કાઢ્યા છે.

ટૂંક સમયમાં ટ્રાફિક પોલીસના મોબાઈલમાં ખાસ એપ્લીકેશન આપવામાં આવશે. જેના માધ્યમથી તે આડેધડ મૂકાયેલા વાહનોની તસવીરો ખેંચી ઉપલી કક્ષાએ મોકલી શકશે જયાંથી વાહનના માલીકને સીધો દંડ (મેમો) ફટકારાશે. આ પ્રયત્નથી ટ્રાફીક પોલીસનો લોકો સાથેનું ઘર્ષણ અટકશે. હાલ પ્રારંભીક તબકકે આ એપ્લીકેશન સુવિધામાત્ર તંત્રના કર્મચારીઓને અપાશે. ત્યારબાદ સામાન્ય જનતાને પણ આ સગવડ અપાય તેવી આશા સેવવામાં આવી રહી છે.

આ મામલે ટ્રાફિક પોલીસ એસીપી જે.કે. ઝાલા સાથે થયેલી ‘અબતક’ની વાત દરમ્યાન તેઓ જણાવે છે કે ટ્રાફીકની સમસ્યા જે વધી છે. એનું મુખ્ય કારણ અપણુ ઈન્ફ્રાસ્ટ્રકચર છે. રોડ રસ્તા એ હજી જૂના જ છે. અને લોકો પાસે ખરીદ શકિત વધતા લોકો પાસે વાહનો ખૂબ વધ્યા છે. આજથી ૧૦,૧૫ વર્ષ પહેલા લોકોના ગરમાં એકાદ વાહન હોય ત્યાં આજના સમયમાં લોકો પાસે એક કરતા વધારે વાહનો આવી ગયા છે. દરેક લોકો પાસે પોતાના વ્યકિતગત વાહન છે. ઈન્ફ્રાસ્ટ્રકચર ને કારણે લોકો જયા જગ્મળે અથવા ન હોય તો પણ વાહનો પાર્ક કરી દેતા હોય છે. જેથી ટ્રાફીકની સમસ્યા વધવા પામી છે. જો લોકોની ખરેખર ટ્રાફીકની સમસ્યા નિવારવીક હોય તો એમને જાગૃત થવું પડશે.

ટ્રાફીકની સમસ્યા નિવારવા માટે ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપ કરવામાં આવે પાર્કિંગની જગ્યા મલ્ટીલેયર કરવામાં આવે મોટા શહેરોમાં ધીમેધીમે આ કોનસેપ્ટ આવતો જાય છે. સેલર પાર્કિંગમાં સેલરની અંદર પર એક કે બે માળનાં પાર્કિંગ કરે તથા એ સિવાય લોકો થોડા જાગૃત થાય તથા અવેરનેશ લાવે જેમ બને તેટલી વધુ સીટી બસોનો ઉપયોગ કરે છે.

જરૂરવગર કારનો ઉપયોગ ન કરે અને બાઈખ લઈને નીકળે જેથી પાર્કિંગની સમસ્યા હલ થઈ શકે.

વધુમાં જણાવતા તેઓ કહે છે કે સામાન્ય રીતે અમારી પાસે ત્રણ ટોઈંગ ટ્રોલીઓ છષ બાઈક લેવા માટે તથા હમણા જ સીપી સાહેબના પ્રયત્નોથી અમે હમણા ક્રેઈન પણ વસાવી છે. જેથી કાર ‘ટો’ થઈ શકે. જયા આવી સમસ્યા ઓ હોય છે. ત્યા અમે વાહનો ટો કરી દંડ પણ કરતા હોઈએ છીએ જયાં સુધી લોકોમાં જાગૃતતા ન આવે ત્યાં સુધી આ વસ્તુનું નિવારણ થવું મુશ્કેલ છે.

ટ્રાફીકને નિવારવા જે કે ઝાલા એમ પણ જણાવે છે કે રાજકોટમાં જે જગ્યાએ સીસીટીવી કેમેરાઓ લાગેલા છે. એનું ચલણ લોકો સુધી પહોચે છે. પરંતુ લોકો ને અમુક સમયે દંડ ભરવું પસંદ પડતુ નથી તેથી આ સમસ્યા નિવારવા અમા‚ ચલણ મેમો જનરેટ થાય છે. એના આધારે લોકો ને દંડ કરવાની સંખ્યા વધતી જાય છે. એક એવું પણ અમા‚ પણ સેટઅપ હજુ ડેવલપ કરી આગળ જોઈન્ટ કરવાના છીએ જેથી અમારા ટ્રાફીક પોલીસના માણસો સીધા ઘર્ષણમાં ન આવે એટલે એનુ એક એપ્લીકેશન ડાઉનલોડ કરી અને એ એપ્લીકેશન દરેક પોલીસના મોબાઈલ હોનમા ડાઉનલોડ કરશુ અને એ જે ફોટો પાડે એ સીધો ત્યાં કલીક થઈ જાય અને એને દંડ થાય એ મેમો જનરેટ થવાની શકયતાઓ છે.

તથા ભવિષ્યમાં લોકોને આ એપ આપવી કે કેમ એ વિચાર આધીન છે. જેથી લોકોને પણ આ સુવિધા આપી શકાય.

રાજકોટ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત એ ‘અબતક’ સાથેની ખાસ વાત-ચીતમાં કહ્યું હતુ કે અત્યાર સુધી જે ટ્રાફીક પોલીસ હોય છે તે બે કાર્યો હતા એક તો ટ્રાફીક નિયમન કરવાનું અને બીજુ જે ટ્રાફીક નિયમનનો ઉલંઘન કરતા હોય તેમની પાસે દંડ લેવાનો એના કારણે જયારે સમાધાન શુલ્ક (દંડ) લેતા હોય એના કારણે ટ્રાફીક અટેન્ડ કરવામાં મુશ્કેલીઓ થતી હતી લોકો આડેધડ વાહનો લઈને જતા તેને ધ્યાનમાં રાખીને અત્યારે જે રાજકોટમાં આઈ-વે પ્રોજેકટ શ‚ છે. તેમાં મુખ્યત્વે ટ્રાફીક પર ખૂબ જોર આપવામાં આવે છે. તેમાં ઈ-ચલણની સિસ્ટમ છે. જેમાં જેટલા લોકો વાઈલેશન કરશે ટ્રાફીકના તેમા ઈ-ચલણ જનરેટ થઈને તેમના ઘરે પોસ્ટ ઓફીસ મારફતે પહોચી જશે અને દંડની કાર્યવાહી કરવામાં આવશે.જેના કારણે તેઓ સમાધાન શુલ્ક બેંકમાં જમા કરાવી શકશે. એનાથી એક ફાયદો એ થશે કે ટ્રાફીક પોલીસ ટ્રાફીકનો નિયમ બરોબર સ્વિકારાવશે અને ટાઈમ બચશે.

રાજકોટ શહેરનું પોપ્યુલેશન આશરે ૧૬ લાખ જેટલું છે. અને ટોટલ વિ વ્હીલક ૯ લાખથી વધારે ટુ વિલર અને ફોર વિલર છે. તથા બહારના શહેરોમાંથી પણ એટલા વાહનો આવવાને કારણે તથા રોડ રસ્તા જૂના હોવાની સાથે વધુ પડતા વાહનો આવવાને કારણે ટ્રાફીકની સમસ્યા વધુ થાય છે.

વધુમાં જણાવતા તેઓ કહે છેકે આ બધી જે ટ્રાફીકની સમસ્યા થાય છે. તેના માટે કોર્પોરેશન અને પોલીસ આ બંને મળીને ૪૫ જેટલી જગ્યાઓ પર ટ્રાફીક સીગ્નલ લગાવવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. ટુંક સમયમાં જ કોર્પોરેશન તરફથી કાર્યવાહી થશે ટેન્ડર બહાર પડશે અને ૪૫ જેટલી જગ્યાઓ પર સિગ્નલ લગાડવામાં આવશે. તેથી આખા શહેરમાં સિગ્નલનાં લીધે ટ્રાફીક નિયમન આસાન બનશે. આઈ-વે પ્રોજેકટ આવવાથી લોકોમાં ધીમેધીમે જાગૃતતા આવશે.

થોડાજ સમયમાં અમે કાર ટો માટે હાઈડ્રોલીક વાહન લાવવાના છીએ તથા તેની સાથે બીજા ત્રણ વાહનો પણ લેવાના છીએ જેના કારણે આડેધડ પાર્ક કરાયેલી ફોર વ્હીલર ને આસાનીથી ટો કરી પોલીસ હેડકવાટર ખાતે લઈ આવશું તો તેનાથી પણ ખૂબ મોટી ઈફેકટ આવશે જેથી લોકો આડેધડ વાહન પાર્ક નહિ કરે, તથા ટુંક સમયમાં જ મોબાઇલ એપ લાવી રહ્યા છીએ જેના કારણે જે અંદરના વિસ્તારો માં સીસીટીવી કેમેરાઓ નથી ત્યાં ટ્રાફીક પોલીસ જઇને ફોટો કલીક કરી મોકલી આપશે. અને તેના પર કાર્યવાહી કરવામાં આવશે જેનો જલદી  ઇફેકટ આવશે.

અબતક સાથે થયેલી વાત દરમ્યાન તેઓએ આગળ જણાવ્યું કે લોકોમાં ટ્રાફીક સમસ્યા માટે જાગૃતિ લાવવા સ્કુલ, કોલેજોએ અમારું મુખ્ય ટારગેટ હોય છે. અમારી ટ્રાફીક બ્રાંચ અવાર નવાર ૧૦,૦૦૦ થીપણ વધુ બાળકોને એક વર્ષમાં ટ્રાફીકની તાલીમ આપવાની ટ્રાફીક પ્રત્યે જાગૃતિ લાવવા માટે કાર્યક્રમ કરતા હોઇએ છીએ. જેથી આવનાર પેઢીમાં જાગૃતતા આવે આવનાર પેઢી સમજદાર પણ છે. કે ટ્રાફીક નીયમોનુ પાલન કરવું જોઇએ પરંતુ અમુક લોકો ટ્રાફીક નિયમોનું પાલન નથી કરતા તથા હાઇવે પરથી જે ટ્રકો જતી હોય તેમને પણ આર.ટી.ઓ. પોલીસ અને હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા તેઓમાં ટ્રાફીક નિયમની સમજ આપવા માટે કાર્યવાહી કરતા રહીએ છીએ. જયાં જરુર હોય ત્યાં બોર્ડે ફિલ્મો તથા સોશ્યલ મીડીયાના માઘ્યમથી લોકો સુધી સમજણ પહોચાડતા હોઇએ છીએ. તેની સાથે લોકોને પણ સમજવું જોઇએ કે કેવી રીતે ટ્રાફીકના નિયમોનું પાલન કરવું અને રાજકોટને સ્વચ્છ અને સુંદર બનાવવું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલ રાજકોટ પોલીસ આડેધડ પાર્કીગને રોકવા માટે રાજકોટ મહાનગરપાલિકા સાથે મળીને પે-એન્ડ પાર્કિગની સુવિધા ઉપલબ્ધ કરાવી રહ્યું છે. જેમાં લોકો ખુબ નજીવા દરે પોતાના વાહનનું પાર્કિગ કરી શકે છે. હાલ રાજકોટના ઘણા બધા સ્થળોએ આ પ્રકારની સુવિધા વિકસાવવામાં આવીછે અને હજુ પણ તે તરફ અમે પ્રયત્નો કરી રહ્યા છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.