Abtak Media Google News

વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે રાજયભરમાં વાતાવરણમાં પલ્ટો,સવારે ધુમ્મસ: હજી એકાદ પખવાડીયું મિશ્ર ઋતુ રહેશે

ધુમ્મસના કારણે હાઇવે પર વાહનચાલકો પરેશાન: પુરતી વિઝિબિલિટિના કારણે હવાઇ સેવા પર

અસર નહીં

અબતક,રાજકોટ

વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે આજે રાજયભરમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યા હતો. વહેલીસવારે ઝાંકળવર્ષાનાં કારણે ગુલાબ ઠંડીના અહેસાસ થયો હતો. વાદળછાયા વાતાવરણ જોવા મળી રહ્યું હતુ જોકે બપોરનાં સમયે મહતમ તાપમાનનો પારો 34 ડિગ્રીને પાર થઈ જતો હોય મિશ્ર ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે. હજી એકાદ પખવાડીયું મિશ્ર વાતાવરણ રહેશે ત્યારબાદ ઉનાળાની શરૂઆત થઈ જશે.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આજે રાજકોટ સહિત રાજયભરમાં વહેલી સવારે ઝાંકળવર્ષા થવા પામી હતી. હાઈવે પર વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો અને વાહનોની હેડલાઈટ દિવસે પણ ચાલુ રાખવાની ફરજ પડી હતી.જોકે વિઝિબિલિટી પર્યાપ્ત માત્રામાં હોવાના કારણે હવાઈ સેવા પર કોઈ જ પ્રકારની અસર પડી ન હતી. સવારે મોડે સુધી વાદળ છાંયુ વાતાવરણ જોવા મળ્યું હતુ ત્યારબાદ આકાશ ચોખુ થઈ ગયું હતુ સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં આજે વાતાવરણ પલ્ટાયું હતુ આજે રાજકોટનું લઘુતમ તાપમાન 18.3 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ ગઈકાલ કરતા આજે પારો એકાદ ડિગ્રી સુધી પટકાતા ઠંડીનો ચમકારો વહેલી સવારે અનુભવાયો હતો. વાતાવરણમાં ભેજનુંપ્રમાણ 91 ટકા અને પવનની સરેરાશ ઝડપ 8 કી.મી.અને પવનની સરેરાશ ઝડપ 8 કી.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. સવારે 9 વાગ્યા બાદ વાછળ છાંયું વાતાવરણ રહ્યું હતુ ત્યારબાદ આકાશ ચોખુ થઈ ગયું હતુ.

બપોરે તાપમાનનો પારો 34 ડિગ્રીને પાર થઈ જતો હોય પંખા અને એસી સહિતના વીજ ઉપકરણો ચાલુ રાખવા પડે તેવી સ્થિતિ સર્જાય રહી છે. હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર હજી એકાદ પખવાડીયું મીશ્ર ઋતુનો અનુભવ થતો રહેશે. વહેલી સવારે અને મોડીરાત્રે ગુલાબી ઠંડી અનુભવાશે અને બપોરે ગરમી પડશે હોળી બાદ ઉનાળાનો વિધિવત આરંભ થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.