Abtak Media Google News

વાદળછાયા વાતાવરણનાં કારણે લોકોને કાળઝાળ ગરમીથી મળી રાહત: આજે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની શકયતા

ભારે પવનના કારણે ઓખામાં રેલવે સ્ટેશનના પતરા ઉડ્યા: ૧૮૦ પેસેન્જર બોટ સવારથી બંધ

છેલ્લા એક મહિનાથી કાળઝાળ ગરમી પડી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવતા લોકોને ગરમીમાં રાહત મળી છે. આજે સવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણનાં કારણે ગરમીનું પ્રમાણ ઘટયું છે. દરમિયાન આગામી બે દિવસ સુધી રાજયભરમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. કમોસમી વરસાદ પડશે તો ઘઉં અને કેરી સહિતના પાકોને નુકસાની જવાની ભીતિ પણ વ્યકત કરાઈ છે.

વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરતળે દેશના અનેક રાજયોમાં બે દિવસથી વાતાવરણમાં પલટો નોંધાયો છે. ઉતરી રાજયોમાં પવનની આંધી સાથે કમોસમી વરસાદની સંભાવના ભારતીય હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. દરમિયાન આજે સવારથી રાજકોટ સહિત રાજયભરમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં આજે સવારે વાદળછાયું વાતાવરણ રહેવા પામ્યું હતું.

જેના કારણે ગરમીનું જોર ઘટયું હતું. આગામી ૪૮ કલાક એટલે કે બે દિવસ સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને ગરમીનું જોર ઘટેલું રહેશે તેવી સંભાવના છે. બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉતર ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે. ગઈકાલે રાત્રે વ્યારા સહિત અનેક ગામોમાં કમોસમી વરસાદ પડયો હતો. સૌરાષ્ટ્રમાં પણ આજે માવઠાની સંભાવના વ્યકત કરવામાં આવી હોય ખેડુતોના જીવ તાળવે ચોટી ગયા છે. જો માવઠું પડશે તો ઘઉં અને કેરી સહિતના પાકોને નુકસાની જવાની ભીતિ રહેલી છે.Img 20190415 Wa0013

ગઈકાલે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ગરમીનું જોર ઘટયું હતું. રાજકોટમાં ગઈકાલનું મહતમ તાપમાન ૪૦.૩ ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન ૪૧.૩ ડિગ્રી, ભુજનું તાપમાન ૪૧.૨ ડિગ્રી, ભાવનગરનું તાપમાન ૩૯.૮ ડિગ્રી અને અમરેલીનું તાપમાન સૌથી વધુ ૪૧.૬ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું.

આજે વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરતળે અમરેલી, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છુટાછવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે તેવી સંભાવના છે.ઓખા ભારે પવનને કારણે ઓખા બેટ વચ્ચે ચાલતી ૧૮૦ પેન્સીજર બોટો સવારથી જ બંધ કરવામાં આવી છે. જેને કારણે યાત્રી કો પરેશાન થયા હતા.ભારે પવન કારણે ઓખા રેલવે સ્ટેશનના પતરા પણ ઉડતા જોવા મળ્યા છે. અને પી.જી.વી.સી.એલ. પણ પાવન બંધ કરી દીધેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.