Abtak Media Google News

એવોર્ડ વિતરણ સમારોહ ૧૨ સપ્ટેમ્બરે સાન ફ્રાન્સિસ્કોમાં યોજાશે

“વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર ( WWF) દ્વારા ક્લાઈમેટ ચેન્જના પડકાર સામે વૈશ્વિક સ્તરે વિવિધ શહેરો દ્વારા લેવામાં આવી રહેલા પગલાઓનું પ્રતિ વર્ષ મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે; જેમાં બેસ્ટ કામગીરી કરનાર શહેરોને વિશેષ એવોર્ડ માટે પસંદ કરવામાં આવે છે. રાજકોટ શહેરમાં પણ મહાનગરપાલિકા દ્વારા શહેરના વાતાવરણમાં ઉત્સર્જીત થતાં કાર્બનના પ્રમાણમાં ઘટાડો કરવા જે પ્રયાસો કર્યા છે તેની વધુ એક વખત આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રશંસા થઇ છે. “વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર દ્વારા ૨૦૧૭-૧૮ના વર્ષ માટે યોજાયેલી “વન પ્લેનેટ સિટી ચેલેન્જ ૨૦૧૭-૧૮” એવોર્ડ માટે ઇન્ટરનેશનલ જ્યુરીના ગહન મૂલ્યાંકન બાદ રાજકોટ શહેરની પસંદગી કરવામાં આવેલ છે, જે રાજકોટ શહેર અને મહાનગરપાલિકા માટે ગૌરવની વાત છે, તેમ મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

Advertisement

કમિશનરશ્રીએ વિશેષ માહિતી આપતા એમ કહ્યું હતું કે, ૨૦૧૭-૧૮ ના વર્ષ માટેની “વન પ્લેનેટ સિટી ચેલેન્જમાં ૨૩ રાષ્ટ્રોના ૧૩૨ શહેરોએ ભાગ લીધો હતો. આ તમામ એન્ટ્રીઝનું મૂલ્યાંકન કરી ઇન્ટરનેશનલ જ્યુરી દ્વારા ૨૨ શહેરોની “વન પ્લેનેટ સિટી ચેલેન્જ” ટાઈટલના નેશનલ વિનર તરીકે પસંદગી કરી છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, “વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર (WWF) દ્વારા “વન પ્લેનેટ સિટી ચેલેન્જનો ગ્લોબલ એવોર્ડ વિતરણ સમારોહ આગામી તા. ૧૨-સપ્ટેમ્બર, ૨૦૧૮ ના રોજ સાન ફ્રાન્સિસ્કો (અમેરિકા) ખાતે આયોજિત ગ્લોબલ ક્લાઈમેટ એક્શન સમિટ દરમ્યાન યોજવામાં આવનાર છે.

તેમણે વિશેષમાં ઉમેર્યું કે, રાજકોટ સને:૨૦૦૮ થી ઇકલી જેવા ગ્લોબલ નેટવર્ક સો સંકળાયેલું છે અને તેના પરિણામે રાજકોટને ટેકનીકલ સહાયતા મળતા સનિક સ્વરાજ્યની સંસ્થા રાજકોટ મહાનગરપાલિકાની ક્ષમતામાં વૃદ્ધિ થઈ છે. ઇકલીના સાથ સહકારી રાજકોટ મહાનગરપાલિકાને વિશ્વના અન્ય શહેરોના વિકાસ કાર્યો તેમજ રીસર્ચના અનુભવનો લાભ પ્રાપ્ત થઇ રહ્યો છે. ઉપરાંત સીટી એડમિનિસ્ટ્રેશનના ક્ષમતા વર્ધન, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો અને એનર્જી એફીશીયન્સીની દિશામાં વધુ અસરકારક કાર્ય કરવા માટે મહાનગરપાલિકાને પ્રોત્સાહન પ્રાપ્ત થઇ રહેલ છે.

રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશન સ્વીસ એજન્સી ફોર ડેવેલોપમેંટ એન્ડ કોઓપરેશન દ્વારા ફંડેડ કેપેસીટીઝ પ્રોજેકટ અંતર્ગત ક્લાઈમેટ રેઝિલીયન્ટ સીટી એકશન અલાન બનાવેલ છે જેમાં વિવિધ મીટીગેશન તા એડેપ્ટેશન એકશન નિયત કરેલા છે. જેની વૈશ્વિક કક્ષાએ સરાહના કરવામાં આવી ચુકી છે. રાજકોટ શહેર, ભારતમાં ગ્રીન હાઉસ ગેસ ઈન્વેન્ટરી બનાવી તેને કાર્બન પ્લેટફોર્મ પર રજીસ્ટર કરનારા ૨૪ શહેરો પૈકી એક છે.

રાજકોટ દુનિયાના એ છ શહેરોમાં સમાવિષ્ટ છે જેને સસ્ટેનેબલ એનર્જી ફોર ઓલ બિલ્ડીંગ એફિશિયન્સી એક્સીલેરેટર પ્રોજેકટ અંતર્ગત ટેકનીકલ સહાયતા મળી રહી છે. રાજકોટને યુ.એન.ઈ.પી. દ્વારા ડીસ્ટ્રીકટ એનર્જી સીસ્ટમ ઇન ઇન્ડિયા સિટિઝ પ્રોજેકટ અંતર્ગત ટેક્નીક્લ અને કેપેસીટી બિલ્ડીંગ માટે પણ સહયોગ ઉપલબ્ધ બની રહ્યો છે. સ્વીસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો.ઓપરેશન દ્વારા ફંડ પ્રાપ્ત ’કેપેસીટીઝ પ્રોજેકટ મારફત સહાયતા મેળવી રહેલા ભારતના ૪ શહેરોમાં રાજકોટ પણ સમાવિષ્ટ છે.

આ ઉપરાંત જી.આઈ.ઝેડ. દ્વારા ફંડેડ અર્બન નેક્સસ જેવા આંતરરાષ્ટ્રીય પ્રોજેકટ માટે વિશ્વના જે ૧૨ શહેરો પસંદ થયેલ છે તેમાં રાજકોટની પસંદગી પણ થઇ ચૂકેલી છે અને તેના ફળ સ્વરૂપે ટેકનીકલ સહાયતા મળી રહી છે. ભૂતકાળમાં ઉપરોકત તમામ પરીબળોના આધાર પર રાજકોટને ભારતના નેશનલ અર્થ અવર કેપિટલ ૨૦૧૬ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.