Abtak Media Google News

મને મારા મિત્રે પ્રેન્ક કોલ માટે સુનીતાનો નંબર આપ્યો અને તેનો અવાજ સાંભળીને મને પ્રેમ થયો

બોલીવુડના મિસ્ટર ઇન્ડિયા અનીલ કપુરની આજે પણ ઇન્ડસ્ટ્રીઝમાં ડિમાન્ડ છે. અનીલે તેના ૪૫ વર્ષના લગ્નજીવન અને પ્રેમની અમુક ખુબ જ રસપ્રદ વાતો જાહેર કરી છે. ફેનીખાનના એકટર જણાવે છે કે કેવી રીતે તેઓ સુનીતા કપુરના પ્રેમમાં પડયા હતા. સૌથી રોચક વાતનો એ છે કે સુનીતા કપુર એકલા જ હનીમુનમાં ગયા હતા. આમ તો સુનીતા એકલા જ હનીમુનમાં ગયા હતા. આમ તો સુનીતા અનીલ માટે તેના સપનાની રાણી હતી. અનીલ કહે છે કે મારા એક મિત્રએ મને સુનીતાના ફોન નંબર આપ્યા ત્યારે મે પહેલી વખત તેની સાથે વાત કરી અને હું તેના પ્રેમમાં પડી ગયો હતો. જયારે સુનીતા હનીમુન પર ગઇ ત્યારે હું મારા કામમાં વ્યસ્ત હતો. અનીલ કપુર તેના લગ્નને ‘જટ મંગની પટ્ટ બ્યાહ’ ગણાવે છે.

Advertisement

જયારે મેરી જંગ ફિલ્મ બાદ મને પહેલી બ્રેક મળી હતી ત્યારે મને લાગ્યું કે હવે ઘર, રસોડું અને નવી તકો આવશે માટે મારે પરણી જવું જોઇએ તો મે સુનીતાને ફોન કરીને કહ્યું કે કાલે આપણી લગ્ન કરી લઇએ, જો કાલે નહી તો કયારેય નહી થાય, અને બીજા જ દિવસે અમે પરણી ગયા. અનીલ અને સુનીતાના લગ્ન ૧૯૮૪ માં થયા હતા. મેરી જંગ અનીલ કપુરની પહેલી પુરા રોલ વાળી ફિલ્મ રહી હતી. કપુર પરિવારમાં સોનમ સૌથી મોટી હતી. અને ફિલ્મ નિમાર્તા રિયા કપુર વચલી અને હર્ષવર્ધન કપુર સૌથી નાનો પુત્ર છે. અનીલ કપુરે બોલીવુડમાં આવતા પહેલા સુનીતાને ડેટ કરી હતી. અનીલ કહે છે કે સુનીતાએ મને ખુબ જ સપોર્ટ અને પ્રેમ આપ્યો છે.

સુનીતા મને મારા કરતાં પણ સારી રીતે ઓળખે છે અમે અમારું ઘર, જીવન સાથે બનાવ્યું છે.

૪૫ વર્ષ લગ્નજીવનની સાથે પ્રેમ અને મિત્રતાથી ભરપુર રહ્યા છે. તેના જેવી વ્યકિત નસીબદારોને મળે છે. તે પરફેકટ માતા, પુત્રી અને પત્ની છે. તે મારી વહેલા ઉઠવાની આદતનું પણ કારણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.