Abtak Media Google News

જૂનાગઢના વંથલી નજીક ઓઝત નદીમાંથી થતી રેતી ખનન રોકવાની માંગ સાથર વંથલી ગામ સજ્જડ બંધ રહ્યું હતું અને ચક્કાજામ કરાતા પોલીસ દ્વારા ટીયરગેસના સેલ છોડવામાં આવ્યા હતા. વંથલીની ઓઝત નદી ખોદી નાખી તેમાંથી રેતી કાઢતા લુખ્ખા તત્ત્વોને તંત્ર છાવરતું હોવાની વાતને લઈ ગ્રામજનોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. જેથી રોષે ભરાયેલા ખેડૂતો અને ગામવાસીઓ ટાયરો સળગાવીને રસ્તા પર ચક્કાજામ કર્યો હતો અને સમગ્ર ગ્રામ સજ્જડ બંધ જોવા મળ્યું હતું. તો ગામ લોકોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો આવા લુખ્ખા તત્ત્વો સામે ખાતાકીય પગલા નહીં ભરાઈ તો ૨૯ જૂનના રોજ જૂનાગઢ કલેકટર કચેરીમાં ૪૦ થી ૫૦ થી પુરૂષ ખેડૂતો આત્મવિલોપન કરી જીવ આપશે.

Advertisement

આ સાથે જ લોકોએ બેનરો લગાવીને વિરોધ કર્યો હતો. જેમાં ધારાસભ્ય જવાહર ચાવડાની અટકાયત કરવામાં આવી હતી. તસવીરમાં વંથલી હાઈ-વે ઉપર ચક્કાજામ, લાઠીચાર્જના દ્રશ્યો નજરે પડે છે. દરમિયાન ખનન પ્રક્રિયા બંધ ન કરાય તો તા.૨૯મીએ ૫૦ લોકો આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

બીજી તરફ ખેડૂત નેતા નયનભાઈનું અપહરણ અને તેમના હાથ-પગ ભાંગી નાખવાના બનાવી તાલુકાભરમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડયા છે. જે બાબતે કિરીટભાઈ ભિમાણીના જણાવ્યા મુજબ લોકશાહીઢબે ચાલી રહેલા આંદોલનને દબાવી દેવા નેતા ઉપર ગુંડાગીરી આચરી ગંભીર ઈજા પહોંચાડવાના આ બનાવી તાલુકાભરના ખેડૂતોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે. જેના કારણે નયનભાઈ ઉપર હુમલો કરનારા શખસોને પકડીને કડક કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે તેમજ જયાં સુધી હુમલાખોરો પકડાય નહીં ત્યાં વંથલી અચોક્કસ મુદત સુધી સજ્જડ બંધનું એલાન આપ્યું છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.