Abtak Media Google News

ભૂજમાં 4 ઇંચ, માંડવીમાં અઢી ઇંચ, અબડાસામાં બે ઇંચ વરસાદ: સવારથી 112 તાલુકાઓમાં મેઘ મહેર

એક સાથે ત્રણ-ત્રણ સિસ્ટમો સક્રિય થવાના કારણે રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. આજે સવારથી કચ્છમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. અંજારમાં 6 કલાકમાં 7 ઇંચ અને ગાંધીધામમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસી જવાના કારણે જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાય જવા પામી છે. સવારથી રાજ્યના 112 તાલુકાઓમાં સતત વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાનું જોર વધુ જણાઇ રહ્યું છે.

આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 250 પૈકી 245 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. દરમિયાન સવારથી 112 તાલુકાઓમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. કચ્છના અંજારમાં બપોર સુધીમાં સૌથી વધુ 167 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે ભરૂચના વાગરામાં 161 મીમી, ગાંધીધામમાં 145 મીમી, રાજકોટમાં 115 મીમી, ભૂજમાં 91 મીમી, વાસંદામાં 94 મીમી, વઘઇમાં 81 મીમી, ડાંગમાં 77 મીમી, નખત્રાણામાં 71 મીમી, સુબિરમાં 67 મીમી, મોરબીમાં 63 મીમી, માંડવીમાં 62 મીમી, અબડાસામાં 56 મીમી, જોડીયામાં 50 મીમી, ખંભાળીયામાં 44 મીમી, કોટડા સાંગાણીમાં 41 મીમી, ડેડીયાપાડામાં 39 મીમી, વ્યારામાં 38 મીમી, જામનગર અને ઉંમરાડામાં 35 મીમી, સોનગઢ, માંડવી અને મુંદ્રામાં 34 મીમી વરસાદ વરસ્યો હતો.

આ લખાઇ રહ્યું છે ત્યારે પણ સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના વિસ્તારોમાં સતત વરસાદ ચાલુ છે. દરમિયાન આગામી ચાર દિવસ હજુ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ચાર તાલુકાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ રેડ એલર્ટ ઘોષિત કરાયું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.