Abtak Media Google News

સંસ્કારી, સુરક્ષીત અને ભકિતનો ત્રિવેણી સંગમ: પ્રથમવાર ૧,૬૦,૦૦૦ વોલ્ટની હાઈટેક સાઉન્ડ સિસ્ટમ: મૌલેશભાઈ ઉકાણી અને મહેન્દ્રભાઈ ફળદુ સહિતનાએ અબતકને આપી વિશેષ માહિતી

ઉત્સવ પ્રિય રાજકોટની જનતામાં નવરાત્રી મહોત્સવની ઉજવણી માટે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે કલબ યુવી દ્વારા તા.૨૧ થી તા.૨૯ દરમ્યાન યોજાનારા સંસ્કારી સુરક્ષિત અને ભકિતસભર નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારીઓ પૂર્ણતાના આરે છે. પ્રથમવાર ૧,૬૦,૦૦૦ વોલ્ટની જે.બી.એલ.ની હાઈટેક સાઉન્ડ સીસ્ટમના સથવારે ખ્યાતનામ કલાકારો દ્વારા ખેલૈયાઓને ડોલાવાશે.રાજકોટના અવધ રોડ પર એલીગન્સ પાર્ટી લોન્જ ખાતે કલબ યુવી દ્વારા રાજકોટના આંગણે પારીવારીક માહોલમાં યોજાનારા નવરાત્રી મહોત્સવની સમગ્ર પાટીદાર સમાજ દ્વારા એક પર્વ તરીકે ઉજવણી થશે. જગત જનનીની ઉપાસના માટે પ્રાચીન સંસ્કૃતિને ધબકતી રાખવા માટે કલબ યુવી દ્વારા સતત નવમાં વર્ષે અને‚ આયોજન થઈ રહ્યું છે. કલબ યુવી નવરાત્રી મહોત્સવ અંગે અબતકને માહિતી આપતા કલબ યુવીના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી તથા મેનેજીંગ ડાયરેકટર મહેન્દ્રભાઈ ફળદુએ જણાવ્યું હતું કે, રાજકોટના અર્વાચીન રાસોત્સવમાં નવી પરંપરાની પહેલ કરનાર કલબ યુવી દ્વારા સતત નવમાં વર્ષે પાટીદાર પરિવાર માટે નવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. કલબ યુવીના નવરાત્રી મહોત્સવની તમામ તૈયારીઓ કલબ યુવીની ૧૦૮ની ટીમના સથવારે પૂર્ણતાના આરે છે. માતાજીની આરાધના સાથે સંપૂર્ણ પારીવારીક માહોલમાં નવરાત્રી યોજાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.કલબ યુવીના ડાયરેકટરો જીવનભાઈ વડાલીયા, જવાહરભાઈ મોરીએ જણાવ્યું હતું કે, આધુનીક સમય પ્રમાણેની હાઈટેક સુવિધાઓનો પણ ઉપયોગ થશે. હાઈટેક કોમ્પ્યુટરાઈઝડ સીસ્ટમ દ્વારા કલબ યુવી દ્વારા નવરાત્રી મહોત્સવનું ઈન્ટરનેટ દ્વારા દુનીયાભરમાં પ્રસારણ થશે.  .ભહીબીદ.શક્ષ/ વેબસાઈટ તથા  રફભયબજ્ઞજ્ઞસ.ભજ્ઞળ/ભહીબ ીદ પરથી નવરાત્રી મહોત્સવનું બોડ કાસ્ટીંગ થશે. તેમજ સમગ્ર નવરાત્રી મહોત્સવની સરળતાથી માહિતી મળી શકે તે માટે કલબ યુવી દ્વારા મોબાઈલ એપ્લીકેશન પણ કાર્યરત છે. સોશ્યલ મીડીયાના માધ્યમથી નવરાત્રી મહોત્સવમાં આયોજન અંગેની વિગતો તથા લાઈવ ટેલીકાસ્ટ ફેસબુક, યુ ટયુબ તથા કલબ યુની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. કલબ યુવીના ખેલૈયાઓ માટે સેલ્ફી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કલબ યુવીની વેબસાઈટ પર સેલ્ફી, તથા પરિવાર સાથે સેલ્ફી, અપલોડ કરનાર ખેલૈયાઓને ઈનામ આપવાનું પણ અનોખું આયોજન કરવામાં આવ્યું છે.કલબ યુવી દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં ગ્રાઉન્ડની જવાબદારી સંભાળતા સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે નવરાત્રી મહોત્સવમાં ૬૦૦૦ ખેલૈયાઓ રમી શકે અને ૨૦,૦૦૦ દર્શકો વિવિધ કેટેગરીમાં બેસીને નવરાત્રીનો આનંદ માણી શકે તેવું આયોજન કરાયું છે. કલબ યુવીના નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ માટે સમથળ મેદાન મહેમાનો-આમંત્રીતો માટે ખાસ ડોમ, સ્પોન્સરશીપ કંપની માટે અલગ પેવેલીયન તથા દર્શકો માટે બેઠક વ્યવસ્થા, આકર્ષક લાઈટીંગ ટાવર તથા ગ્રાઉન્ડની મધ્યમાં દરેક બાજુ ૩ એલ.ઈ.ડી.એટલે કે ચારે તરફ ૧૨ એલઈડી નવરાત્રીનું લાઈવ પ્રસારણ તથા ગ્રાઉન્ડની મધ્યમાં દરેક બાજુ ૩ એલ.ઈ.ડી. એટલે કે ચારે તરફ ૧૨ એલઈડી નવરાત્રીનું લાઈવ પ્રસારણ તથા સ્પોન્સર દાતાઓની પ્રોડકટને ઉજાગર કરશે. તદઉપરાંત ખાસ લાઈટીંગ સ્ટેજ આકર્ષણ જમાવશે. ખેલૈયાઓની સુવિધા માટે મેદાનમાં કારપેટ બિછાવવામાં આવી છે.કલબ યુવીના ડાયરેકટર મનસુખભાઈ ટીલવા અને કાંતીભાઈ ઘેટીયાએ જણાવ્યું હતું કે, કલબ યુવી દ્વારા સંસ્કારી, સુરક્ષીત અને ભકિતસભર નવરાત્રી માં મા શકિતની ઉપાસનાના પર્વની સહીયારી ઉજવણી થશે. ૧,૬૦,૦૦૦ વોલ્ટની જેબીએલની ડબલ લાઈન એરર હાઈટેક સાઉન્ડ સીસ્ટમ, મશહુર ઓકેસ્ટ્રા, ફુડઝોન કેન્ટીન, ઈન્ટરનલ પાર્કીંગ તથા ટાઈટ સીકયોરીટી સહિતનું પ્લાનીંગ અમલી બનાવ્યું છે. એલીગન્સ પાર્ટી લોન્જ ખાતે કલબ યુવી દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ માટેના વિશાળ ગ્રાઉન્ડની તૈયારીઓ શ‚ થઈ ચુકી છે.સમગ્ર નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા માટે કલબ યુવીના ૧૦૮ સભ્યોની ટીમ ઉત્સાહપૂર્વક કામે લાગી છે. કલબ યુવીના બોર્ડ ઓફ ડાયરેકટર્સમાં ચેરમેન તરીકે મૌલેશભાઈ ઉકાણી (બાન લેબ્સ), મેનેજીંગ ડાયરેકટર તરીકે મહેન્દ્રભાઈ ફળદુ (કલ્પત‚ ગ્રુપ), વાઈસ ચેરમેન સ્મીત કનેરીયા (કલાસીક ગ્રુપ) તથા ડાયરેકટર તરીકે ભુપતભાઈ પાંચાણી (બેકબોન), શૈલેષભાઈ માંકડીયા (રાધે ગ્રુપ), જીવનભાઈ પટેલ (હાઈબોન્ડ ગ્રુપ), જવાહરભાઈ મોરી (આર્કીટેક), એમ.એમ.પટેલ (કોપર ગ્રુપ) મનસુખભાઈ ટીલવા (ગંગાપાઈપ્સ) તથા પૂર્વ શાસક પક્ષના નેતા કાંતીભાઈ ઘેટીયા કાર્યરત છે. કલબ યુવી આયોજીત નવરાત્રી મહોત્સવમાં ભાગ લેવા માટે ખેલૈયાઓનો ઘસારો થઈ રહ્યો છે.આયોજનને સફળ બનાવવા મૌલેશભાઈ ઉકાણી, સ્મિતભાઈ કનેરીયા, મહેન્દ્રભાઈ ફળદુ, ભુપતભાઈ પાંચાણી, એમ.એમ.પટેલ, જવાહરભાઈ મોરી, કાન્તીભાઈ ઘેટીયા, પુષ્કરભાઈ પટેલ, સુરેશભાઈ ઓગણજા, અજયભાઈ દલસાણીયા, બીપીનભાઈ બેરા, પ્રફુલભાઈ કાથરોટીયા, સંદીપભાઈ માકડીયા, આશીષ વાછાણી, રેનીશ માકડીયા અને રજનીભાઈ ગોલ સહિતના જહેમત ઉઠાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.