Abtak Media Google News

સુરત મહાનગરપાલિકાના 87 લાખ કરતા વધુ રૂપિયાના ખર્ચે 120 કોર્પોરેટરોને લેપટોપ વહેંચવામાં આવ્યા.. 5 વર્ષે પરત આપવાની શરતે લેપટોપ વિતરણ કરાયું છે.

Advertisement

સુરત મહાનગરપાલિકા ની તિજોરી તળિયા ઝાટક થઇ ગઇ છે. એક તરફથી જરૂરી માં રૂપિયા ન હોવાની બુમરાળ મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓ મચાવી રહ્યા છે.તો બીજી તરફ લાખો રૂપિયાના લેપટોપની લહાણી કરવામાં આવી રહી છે. 120 જેટલા કોર્પોરેટરોને રૂપિયા 87 લાખ કરતાં વધારે ના ખર્ચે આજે લેપટોપ વહેચવામાં આવ્યા હતા. એક તરફ સુરત મહાનગર પાલિકાની આવક ઘટી છે અને ખર્ચો વધી રહ્યો છે ત્યારે વહીવટી ખર્ચ માં ઘટાડો કરવાને બદલે વધારો કરીને લોકોના ટેક્સના રૂપે બેરોકટોક નિર્ણયો લઇ રહ્યા છે.

વિકાસના કામોને લઇને મહાનગરપાલિકા છેલ્લા ઘણા સમયથી હંમેશા બજેટની ચિંતા કરતી હોય તે પ્રકારની વાતો સામે આવે છે. વહીવટી ખર્ચ સુરત મહાનગરપાલિકાનું એટલો વધુ છે કે તેની સામે આવક ખૂબ ઓછી જણાય આવે છે. આવી સ્થિતિમાં રૂપિયા ક્યાંથી મેળવવા તેના માટેના સુરત મહાનગરપાલિકાના સતત પ્રયાસો રહેતા હોય છે પરંતુ વહીવટી ખર્ચ જો યોગ્ય રીતે કરવામાં આવે તો લોકોએ ચૂકવેલા ટેક્સ પૈકી ઘણા રૂપિયા વિકાસકામોમાં યોગ્ય રીતે વાપરી શકાય. પરંતુ સત્તાધીશોને તો પોતાના માટે ગાડી, મોબાઈલ અને લેપટોપ ખરીદવાની કેટલી જરૂરિયાત છે કે તેમના માટે ભલે કોર્પોરેશનની તિજોરી ખાલી થઈ જાય તો પણ કોઈ ચિંતા ન હોય તેવું લાગે છે.

ગત ટર્મમાં પણ કોર્પોરેટરોને લેપટોપ આપવામાં આવ્યા હતા પરંતુ દુખદ બાબત એ છે કે જે પ્રજાના ઉપયોગમાં આવી શકે તેવા કામ માટે આ લેપટોપનો ઉપયોગ કરવાને બદલે મહદંશે કોર્પોરેટરના પરિવારના લોકો પોતાના અંગત ઉપયોગમાં લેપટોપ વાપરતા હોવાની રાવ વારંવાર ઉભી થઇ રહી હતી. લોકોના ટેક્સના રૂપિયા ખરીદાયેલા લેપટોપ કોર્પોરેટરો પોતાના અંગત પરિવારના વ્યક્તિઓને વાપરવા માટે આપી દેતા હોવાના અનેક વખત વિવાદો ઊભા થયા છે. જોકે આ વખતે જે લેપટોપ આપવામાં આવી રહ્યા છે તેને પાંચ વરસ ઉપયોગ કર્યા બાદ ફરીથી કોર્પોરેશનમાં જમા કરાવવા માટે જણાવી દેવામાં આવ્યું છે. પરંતુ આવા શાસકો પાસે એટલી અપેક્ષા રાખીએ કે લાખો રૂપિયાના ખર્ચે ખરીદેલા આ લેપટોપને પ્રજાલક્ષી કામ માટે ઉપયોગમાં લાવે તો ખરા અર્થમાં લોકોના ટેક્સના પૈસાનો ઉપયોગ થયો હોય તેવું કહી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.