Abtak Media Google News

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની દુબઇ- યુએઇના મિનિસ્ટરો તેમજ રોકાણકારો સાથે મહત્વપૂર્ણ વન ટુ વન બેઠક

અબતક, ગાંધીનગર

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દુબઈના પ્રવાસે છે. ત્યારે આજે તેના દુબઈ પ્રવાસનો બીજો દિવસ છે. મુખ્યમંત્રી આજે દુબઈ ખાતે અલગ અલગ કંપનીના ઉદ્યોગપતિને મળ્યા હતા. તેમજ વિશ્વના ઉદ્યોગકારો સાથે ગુજરાતમાં રોકાણ અંગે ચર્ચા કરશે સાથે જ દુબઇ એક્સ્પોની પણ મુલાકાત લીધી હતી.  મુખ્યમંત્રીર6 દુબઈ સ્થિત બીએપીએસ મંદિરની મુલાકાત લીધી હતી.

ગુજરાતમાં આગામી 10 થી 12 જાન્યુઆરી દરમિયાન 10મો વાઈબ્રન્ટ સમિટ યોજાનાર છે જેમાં યુએઇનાં ઉદ્યોગ સાહસીઓને સહભાગી બનાવવા માટે મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બે દિવસ દુબઈના પ્રવાસે છે. વૈશ્વિક રોકાણ અને ઔધોગિક રોજગારીની વિપુલ તકો ગુજરાતમાં સર્જાય તે માટે ગુજરાતને વૈશિક ફલક લઈ જવા વાઈબ્રન્ટ સમિટનું દર બે વર્ષ આયોજન કરવામાં આવે છે ઉધોગ સાહસીઓ રાજ્ય સરકારની સકારાત્મક પહેલથી આકર્ષાઈ ગુજરાત તરફ વળે છે અને ગુજરાતમાં મોટા પાયે મુડી રોકાણ આવે છે અને અનેક ઉદ્યોગિક સાહસોનું નિર્ણાણ થાય છે અને ગુજરાતમાં રોજગારી વધે છે.

મુખ્યમંત્રી સાથે આ પ્રતિનિધિમંડળમાં ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ  કે. કૈલાસનાથન, ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને અગ્રણી ઉદ્યોગકારો જોડાયા છે. મુખ્યમંત્રી તેમના આ વિદેશ પ્રવાસ દરમિયાન દુબઇમાં યોજાઇ રહેલા વર્લ્ડ એક્સપોની  મુલાકાતથી કરવાના છે. ભૂપેન્દ્ર પટેલ આ એક્સપોના સ્થળ પરજ યુએઇના કેબિનેટ મેમ્બર અને મિનિસ્ટર ઓફ ટોલરન્સ એન્ડ કો-એક્ઝીસ્ટન્સ શેખ નાહયાન બિન મબરક અલ નાહ્યાન સાથે મુલાકાત બેઠક યોજાઈ હતી.આ ઉપરાંત મુખ્યમંત્રી  યુએઇના મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ફોરેન ટ્રેડ  થાની બિન અહમેદ અલ ઝેયુદી સાથે તથા પ્રતિષ્ઠિત ડી.પી. વર્લ્ડના ચેરમેન સુલતાન અહમેદ બિન સુલેયેમ સાથે બેઠક મળી હતી.

મુખ્યમંત્રી તેમના દુબઇ પ્રવાસના પ્રથમ દિવસે શ્રેણીબદ્ધ કાર્યક્રમો અંતર્ગત ઓબેરોય હોટલમાં યુ.એ.ઇ ના આઠ જેટલા અગ્રણી ઉદ્યોગ-વેપાર સંચાલકો સાથે વન-ટુ-વન બેઠક મળી છે અને ગુજરાતમાં રોકાણ સંભાવનાઓ સંદર્ભે ચર્ચા-પરામર્શ થયો છે. આ અગ્રણી ઉદ્યોગ-વેપાર સંચાલકોમાં ડી.પી વર્લ્ડ, શરાફ ગૃપ, અસફનાર ગૃપ, એસ્ટર ડી.એમ હેલ્થકેર, કોનરેસ, એમાર પ્રોપર્ટીઝ સહિતના અગ્રણીઓનો સમાવેશ થાય છે. અબતક, ગાંધીનગર

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દુબઈના પ્રવાસે છે. ત્યારે આજે તેના દુબઈ પ્રવાસનો બીજો દિવસ છે. મુખ્યમંત્રી આજે દુબઈ ખાતે અલગ અલગ કંપનીના ઉદ્યોગપતિને મળ્યા હતા. તેમજ વિશ્વના ઉદ્યોગકારો સાથે ગુજરાતમાં રોકાણ અંગે ચર્ચા કરશે સાથે જ દુબઇ એક્સ્પોની પણ મુલાકાત લીધી હતી.  મુખ્યમંત્રીર6 દુબઈ સ્થિત બીએપીએસ મંદિરની મુલાકાત લીધી હતી.

ગુજરાતમાં આગામી 10 થી 12 જાન્યુઆરી દરમિયાન 10મો વાઈબ્રન્ટ સમિટ યોજાનાર છે જેમાં યુએઇનાં ઉદ્યોગ સાહસીઓને સહભાગી બનાવવા માટે મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બે દિવસ દુબઈના પ્રવાસે છે. વૈશ્વિક રોકાણ અને ઔધોગિક રોજગારીની વિપુલ તકો ગુજરાતમાં સર્જાય તે માટે ગુજરાતને વૈશિક ફલક લઈ જવા વાઈબ્રન્ટ સમિટનું દર બે વર્ષ આયોજન કરવામાં આવે છે ઉધોગ સાહસીઓ રાજ્ય સરકારની સકારાત્મક પહેલથી આકર્ષાઈ ગુજરાત તરફ વળે છે અને ગુજરાતમાં મોટા પાયે મુડી રોકાણ આવે છે અને અનેક ઉદ્યોગિક સાહસોનું નિર્ણાણ થાય છે અને ગુજરાતમાં રોજગારી વધે છે.

મુખ્યમંત્રી સાથે આ પ્રતિનિધિમંડળમાં ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ  કે. કૈલાસનાથન, ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને અગ્રણી ઉદ્યોગકારો જોડાયા છે. મુખ્યમંત્રી તેમના આ વિદેશ પ્રવાસ દરમિયાન દુબઇમાં યોજાઇ રહેલા વર્લ્ડ એક્સપોની  મુલાકાતથી કરવાના છે. ભૂપેન્દ્ર પટેલ આ એક્સપોના સ્થળ પરજ યુએઇના કેબિનેટ મેમ્બર અને મિનિસ્ટર ઓફ ટોલરન્સ એન્ડ કો-એક્ઝીસ્ટન્સ શેખ નાહયાન બિન મબરક અલ નાહ્યાન સાથે મુલાકાત બેઠક યોજાઈ હતી.આ ઉપરાંત મુખ્યમંત્રી  યુએઇના મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ફોરેન ટ્રેડ  થાની બિન અહમેદ અલ ઝેયુદી સાથે તથા પ્રતિષ્ઠિત ડી.પી. વર્લ્ડના ચેરમેન સુલતાન અહમેદ બિન સુલેયેમ સાથે બેઠક મળી હતી.

મુખ્યમંત્રી તેમના દુબઇ પ્રવાસના પ્રથમ દિવસે શ્રેણીબદ્ધ કાર્યક્રમો અંતર્ગત ઓબેરોય હોટલમાં યુ.એ.ઇ ના આઠ જેટલા અગ્રણી ઉદ્યોગ-વેપાર સંચાલકો સાથે વન-ટુ-વન બેઠક મળી છે અને ગુજરાતમાં રોકાણ સંભાવનાઓ સંદર્ભે ચર્ચા-પરામર્શ થયો છે. આ અગ્રણી ઉદ્યોગ-વેપાર સંચાલકોમાં ડી.પી વર્લ્ડ, શરાફ ગૃપ, અસફનાર ગૃપ, એસ્ટર ડી.એમ હેલ્થકેર, કોનરેસ, એમાર પ્રોપર્ટીઝ સહિતના અગ્રણીઓનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી મોડી રાત્રે દુબઈથી ગુજરાત પરત ફરશે

રાસ અલ ખાદિમાના હિઝ હાઈનેસ સૌઉદ બિન સકર અલી કાસિમી સાથે મૂલાકાત લઈ ભોજન લીધું: અબૂધાબીમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે પણ દર્શન કર્યા

રાજય સરકાર દ્વારા આગામી 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2022માં ઉદ્યોગપતિઓને ગુજરાતમાં મૂડી રોકાણ કરવા માટે આમંત્રીત કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગઈકાલે બે દિવસ માટે દુબઈ તથા યુએઈના પ્રવાસ પર ગયા છે. આજે મોડીરાતે તેઓ ગુજરાતમાં પરત ફરશે આજે તેઓએ રાસ અલ ખાહિમાના હિઝ હાઈનેસ સૌઉદ બિન સકરઅલી કાસિમીની મૂલાકાત લઈ તેઓનીસાથે ભોજન લીધું હતુ. અબૂધાબી ખાતેનિર્માણાત્રધન બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અને શેખ ઝાવેદ ગ્રાન્ડ મસ્જીદની મૂલાકાત લીધી હતી.

દુબઈ તથા યુઈએ પ્રવાસના પ્રથમ દિવસે તેઓએ યુએઈના આઠ અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે વનટુ વન બેઠક યોજી હતી. અને ગુજરાતમાં મૂડી રોકાણ સંદર્ભે ચર્ચા પરામર્શ કર્યા હતા. બૂધવારે સાંજે તેઓએ રોડ-શો યોજયો હતો. આ રોડ શોમાં તેઓની સાથે યુએઈના ભારતીય રાજદૂત સંજય સુધિર ઉપસ્થિત રહ્યા હતા. મૂખ્યમંત્રીએ યુએઈના મિનિસ્ટર ઓફ સેટ ફોર ફોરેન ટ્રેડ અને ડીપી વર્લ્ડના ચેરમેન સુલતાન અહેમદ બિન સુલેયેમ સાથે પણ બેઠક કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.