જામનગર જિલ્લામાં પુરગ્રસ્ત વિસ્તારોમાં એર લીફટ કરવા મુખ્યમંત્રીના આદેશ

જામનગર જિલ્લામાં સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. કાલાવડમાં સવારે 4 કલાકમાં 8 ઈંચ વરસાદ વરસી જવાના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ જવા પામી છે. દરમિયાન નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જામનગર જિલ્લામાં પુરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા લોકોનું તાત્કાલીક ધોરણે એર લીફટ કરવાના આદેશ આપ્યા છે. બીજી તરફ અલીયાબાડામાં વરસાદી પાણીમાં ફસાયેલા 25 લોકોને જામનગરની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા છે. જિલ્લાના અનેક ગામોમાં 15 ઈંચથી પણ વધુ વરસાદ

વરસી ગયાના કારણે પુરપ્રકોપ જેવી સ્થિતિ સર્જાવા પામી છે. વરસાદી પાણી ગામમાં ઘુસી જતા સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ જોવા મળી છે. પદનાવીત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે પ્રથમ આદેશ આપ્યો છે કે, જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે પુરમાં ફસાયેલા લોકોને એર લીફટ કરી સલામત સ્થળે ખસેડવામાં થીમરાળા, ભુવાવ, અલીયાબાડા ગામમાં ફસાયેલા 35 લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. બીજી તરફ હજુ જામનગર જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યાંના કારણે રાહત અને બચાવ કામગીરી ખોરવાઈ રહી છે.