Abtak Media Google News

કૃષિ-સંલગ્ન ક્ષેત્રો માટે રૂ.1.13 લાખ કરોડ-એમ.એસ.એમ.ઇ માટે રૂ. 1.09 લાખ કરોડ અને અન્ય પ્રાયોરિટી સેક્ટર્સ માટે રૂ. ર6 હજાર કરોડના ધિરાણનો સંભવિત અંદાજ

નાબાર્ડ દ્વારા રાજ્યના 33 જિલ્લાઓ માટે મૂલ્યાંકન કરાયેલા એકંદર વાર્ષિક ધિરાણ સંભવિતતાનું આ ફોકસ પેપર તૈયાર કરવામાં રાજ્ય સરકારના સંબંધિત વિભાગો, બેન્કસ અને અન્ય હિસ્સેદારો સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો.

આ સ્ટેટ ફોકસ પેપર વિમોચન વેળાએ કૃષિ મંત્રી રાઘવજી પટેલ, નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ, સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, કૃષિ રાજ્ય મંત્રી મુકેશ પટેલ પણ સહભાગી થયા હતા.

નાબાર્ડ દ્વારા અગ્રિમ ક્ષેત્રે વર્ષ ર0રર-ર3 માટે રાજ્યની ધિરાણ સંભવિતતા જે રૂ. ર.48 લાખ કરોડ દર્શાવવામાં આવી છે. તેમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં રૂ.1.13 લાખ કરોડ, એમ.એસ.એમ.ઇ. સેક્ટર માટે રૂ.1.09 લાખ કરોડ અને અન્ય અગ્રિમ-પ્રાયોરિટી સેક્ટર માટે રૂ. ર6,રપપ કરોડનો હિસ્સો ધરાવે છે.

મુખ્યમંત્રી ભુપેેન્દ્ર પટેલે રાજ્યમાં અગ્રતા ક્ષેત્રના ધિરાણના વિકાસને આકાર આપનારા આ ડોક્યુમેન્ટને ઝીણવટપૂર્વક તૈયાર કરવા માટેના નાબાર્ડના પ્રયાસોની સરાહના કરી હતી.

નાબાર્ડના ચીફ જનરલ મેનેજર ડો. જ્ઞાનેન્દ્ર મણિએ આ ડોક્યુમેન્ટ અંગે કહ્યું કે, બેન્કસ દ્વારા તૈયાર કરવામાં આવતા એન્યુઅલ ક્રેડીટ પ્લાન માટેનો તે આધાર બનાવે છે. આ ઉપરાંત આ ડોક્યુમેન્ટમાં ક્ષેત્રીય મુદ્દાઓ અને વિકાસની સંભાવનાઓને સાકાર કરવા માટેના સૂચનો પણ પ્રકાશિત કરાય છે.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નેશનલ બેંક ઓફ એલ્ગ્રીકલ્ચર અને રૂરલ ડેવલમેન્ટ દ્વારા 2022-23 માટેની એંકદર વાર્ષિક ધીરાણ સંભવિતતા દર્શાવવા માટે સ્ટેટ ફોક્સ પેપરનું વિમોચન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.