Abtak Media Google News

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને  ભેટ સોગાદમાં  મળેલી આશરે 25 લાખ રૂપીયાની કિમંતની  850 ચીજ વસ્તુઓનું પ્રર્દાન કમ વેચાણ  કરવામાં આવશે.

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિવિધ કાર્યક્રમો અને પ્રવાસ દરમિયાન ભેટ સોગાદોમાં મળેલ અને તોશાખાનામાં જમાં કરાવેલ ચીજવસ્તુઓ પ્રદર્શન અને વેચાણ અર્થે અમદાવાદ જિલ્લાને ફાળવવામાં આવી છે.

અમદાવાદના ગોતા સ્થિત સિટી ડે. કલેકટરની કચેરીએ આજથી ત્રણ દિવસ પ્રદર્શન કમ વેંચાણ કરાશે

અમદાવાદ ખાતે આજથી ત્રણ દિવસ દરમિયાન પ્રદર્શન કમ હરાજી કાર્યક્રમ યોજાશે. આ પ્રદર્શન કમ હરાજી કાર્યક્રમમાં અંદાજીત રૂ.25 લાખની કિંમતની 850 જેટલી વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ હાથ ધરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના કાર્યકાળ દરમિયાન તેમને વિવિધ કાર્યક્રમો કે પ્રવાસ દરમિયાન મળતી ભેટ સોગાદોને તોશાખાનામાં જમા કરાવીને તેના પ્રદર્શન અને વેચાણમાંથી થતી આવકનો વિવિધ લોકહિત અને જનકલ્યાણના કાર્યોમાં ઉપયોગ કરવાની ઉમદા પહેલ અમલમાં મૂકી હતી. તેમની આ પહેલને હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સુપેરે આગળ ધપાવી છે.

મુખ્યમંત્રીને ભેટ સોગાદોમાં મળેલ અને તોશાખાનામાં જમાં કરાવેલ ચીજ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ અમદાવાદ ખાતે વસુલાત ભવન, સીટી ડે.કલેકટર(પશ્ચિમ)ની કચેરી, ગોતા, એસ.જી. હાઈવે ખાતે આજથી શનીવાર સુધી કચેરી સમય દરમિયાન રાખવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.