Abtak Media Google News

કોરોના બેકાબૂ બનતા આરોગ્ય અગ્ર સચિવ બાદ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ સુરતની મુલાકાતે આવ્યા છે. કલેક્ટર કચેરી ખાતે મનપા કમિશનર, અધિકારી, ધારાસભ્યો અને સરકારી હોસ્પિટલના અધિકારી-ડોક્ટરો સાથે બેઠક યોજી હતી.

Advertisement

સુરત ખાતે ડોક્ટરો સાથે બેઠક યોજી કોરોના વાયરસના સંક્રમણની સ્થિતી અને નિવારાત્મક પગલાંઓ સહિતની બાબતોની સર્વગ્રાહી તલસ્પર્શી સમીક્ષા કરવામાં આવી હતી.

107603228 3371758306210399 8213765589740514270 Oઆ સાથે જ સુરત ખાતે મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, મહાનગરપાલિકાના પદાધિકારીઓ સાથે બેઠક યોજી કોરોના સંક્રમણ નિયંત્રણના ઉપાયો પગલાંઓ અને સારવાર સુવિધાઓની માહિતી અંગે સમીક્ષા કરી હતી.

106495422 3371758166210413 6226944015205675201 Oજેમાં કોરોનોના વધતા કેસનો કાબૂમાં લેવા માટે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક અંગે CM વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે,  કોરોનાને લઈને ચાલતી કામગીરી કેવી રીતે સરળ કરી શકાય તે અંગે સુચનો કર્યા છે. આ સાથે વધુ 200 વેન્ટિલેટર ફાળવવામાં આવ્યા છે, જે આજે અથવા કાલે સુરત પહોંચી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.