Abtak Media Google News

સહકાર ભારતીના ઉપક્રમે કિશાન મહિલા દિનની જ્ઞાનવર્ધક ચર્ચા સત્ર સાથે ઉજવણી સંપન્ન

વર્ષ ૨૦૧૬થી શરૂ યેલ,  કિશાન મહિલા દિનની ઉજવણીની પરંપરા અંતર્ગત આ વર્ષે ૧૫ ઓક્ટોબરના રોજ  કિસાન મહિલા દિનની  રાજકોટના આંગણે ઉજવણી થઈ  હતી. આ ઉજવણીમાં બે રાષ્ટ્રીય સંસઓ, નેશનલ કો-ઓપરેટીવ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને સહકાર ભારતીના સંયુક્ત ઉપક્રમે ‘કિસાન મહિલા દિન’ને ઉપસ્થિતિ વિશાળ મહિલા વૃંદને જ્ઞાનવર્ધક અમૂલ્ય ભાથું પીરસાયું હતું. દેશના ખેડૂતો અને ખેતીના હિતમાં કાર્ય કરતી એકમાત્ર સંસ રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ છે.

સંદીપ કુમાર નાયકે પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, ‘કિસાન મહિલા દિવસની ઉજવણીનો હેતુ મહિલાઓની સક્રિયતા વધારવાનો છે. દેશનો વિકાસ કરવા માટે મહિલાઓનો ર્આકિ વિકાસ ખૂબ જ જરૂરી છે. આ કાર્ય માટે સહકારિતા ઉત્તમ માધ્યમ છે.  મહિલા કિસાનોનો વિકાસ કરવો એનસીડીસી માટે અગ્રસને છે. એનસીડીસી દ્વારા કુલ રૂ. ૧ લાખ કરોડની નાણાંકીય સહાય આપવામાં આવી છે. છેલ્લા ચાર વર્ષમાં ૫૦ ટકાથી વધારે નાણાંકીય સહાય આપવામાં અાવી છે.

બીનાબેન આચાર્યએ કિસાન મહિલા દિનની શુભકામના પાઠવતાં જણાવ્યું હતું કે,  વિવિધ મેળા થાય છે અને તેમાં માર્ગદર્શન પણ મળે છે. રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ. નાના-મોટા લઘુ ઉદ્યોગ માટે સહાય કરે છે. મહિલાઓને પણ નજીવા વ્યાજદરે ધિરાણ આપવામાં આવે છે. આપણે ૧૮૧ મોબાઇલ એપ ડાઉન લોડ કરી સુરક્ષા માટે આગળ આવીએ.’

ટપુભાઇ લીંબાસીયાએ જણાવ્યું હતું કે, ‘ગ્રામ્ય વિસ્તારમાં ખેતી સાથે સંકળાયેલા મહિલાઓને જણાવવાનું કે ખેતીની સાથે આપણે પૂરક ઉદ્યોગ કરીએ તો જ ટકી શકશું. ખેતી સાથે અનુકૂળ હોય તેવો વ્યવસાય આપણે વિકસાવી શકીએ છીએ.

ગોવિંદભાઇ રાણપરીયાએ જણાવ્યું હતું કે, ‘જે કાંઇ આપણી ભૌગોલિક પરિસ્થિતિ છે, તેમાં ખાસ પાણી વગરનો વિસ્તાર છે પરંતુ સરકાર સતત ચિંતિત છે. પાણી પૃરું પાડવા માટે સક્રિય કાર્ય કરે છે. બીજદાણમાં જો તમે કાળજી રાખો તો તમે ધારો તેટલું પરિણામ મેળવી શકીએ.’

જ્વલંતભાઇ છાયાએ જણાવ્યું હતું કે, સરકારે મહિલા કિસાન દિવસ નક્કી ર્ક્યો અને જોગાનુજોગ માતાજીની આરાધનાં પર્વમાં આ ઉજવણી થાય છે.આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ મંત્રી રાધા મોહન સિંઘ અને ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિડીયો મેસેજ દ્વારા સહુને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

આ ચર્ચાસત્રમાં બીનાબેન આચાર્ય, ગોવિંદભાઇ રાણપરીયા, ટપુભાઇ લીંબાસીયા, બાવનજીભાઇ મેતલિયા, સંદિપ કુમાર નાયક, શૈલેન્દ્ર સિંહ, રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.માંથી જીવણભાઇ પટેલ, હરિભાઇ ડોડીયા, ગીરિશભાઇ દેવળીયા, દીપા શ્રીવાસ્તવ, માલતી સરીન, સુરીન્દર બક્ષી, ચેતનભાઇ નંદાણી, આર. સી. ભુત, સુરેશભાઇ દેત્રોજા, પરેશ ફેફર, ધામેલીયાભાઇ, જ્વલંત છાયા, આમંત્રિતો અને વિશાળ સંખ્યામાં મહિલાવૃંદ ઉપસ્થિતિ રહ્યા હતા.

આ તકે મહિલાશક્તિ પર બનેલી વિશેષ ફિલ્મ દર્શાવાયેલી હતી.  સૌર ઊર્જા અને મધમાખી પાલન અંગે પ્રાસંગિક રજુઆતો કરવામાં આવી હતી.  કાર્યક્રમની શરૂઆતમાં ભારત માતા અને અરવિંદભાઇ મણીઆરની તસવીરને દીપ પ્રાગટ્યી કરવામાં આવી હતી. આભારદર્શન બાવનજીભાઇ મેતલિયાએ અને સરળ-સફળ-રસપ્રદ સંચાલન કવયિત્રી, સીએ. સ્નેહલ તન્નાએ ર્ક્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.