Abtak Media Google News

રાત્રે સુવાના અડધો કલાક પહેલા પીવો આ ઉકાળો : ઠંડીમાં શરદી-ઉધરસથી બચાવશે

શિયાળાની ઋતુ સ્વાસ્થ્ય માટે સારી માનવમાં આવે છે. આ ઋતુને તંદુરસ્તી વધારવા માટે શ્રેષ્ઠ માનવમાં આવે છે. જો કે, આ ઋતુમાં શરદી-ખાંસી જેવી બીમારી ઘેરી વળે છે. આ સિવાય ઘણાં લોકોને ખૂબ ઠંડી લાગે છે, ઠંડીની ઋતુમાં ગરમ-ગરમ ચીજવસ્તુઓ ખાવાની ઇચ્છા થાય છે, ત્યારે શરીરને અંદર થી ગરમાવો આપવાની સાથે શરદી-ખાંસી સાથે પણ આ ઉકાળો રાહત આપશે, રાત્રે સુવાના અડધો કલાક પહેલા આ ઉકાળો પીવાથી ઠંડીમાં અને શરદીમાં ફાયદો થશે.

  • સામગ્રી

2 લવિંગ

2 કપ પાણી

2 ચમચી આદુંનો રસ

1 નાની ચમચી કાળા મરીનો પાઉડર

3-4 તુલસીના પાન

ચપટી તજ પાઉડર

  • બનાવવાની રીત

પહેલા મીડિયમ આંચ પર એક તપેલીમાં પાણી ઉકાળવા મૂકો, પાણી ઉકાળી જાય એટલે તેમાં આદુંનો રસ અને તુલસીના પાન ઉમેરો, પાણીમાં આદુંનો રસ અને તુલસીના પાન બરાબર ઉકળવા દો. લગભગ 3-4 મિનિટ બાદ કાળા મરીનો પાઉડર અને લવિંગ નાખો. આંચ ધીમી કરીને 2 મિનિટ સુધી ઉકળવા દો અને પછી ગેસ બંધ કરી દો, ઠંડી દૂર કરનારો ગરમ ગરમ ઉકાળો તૈયાર છે. તેમાં ચપટી તજ પાઉડર ઉમેરીને પી લો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.