Abtak Media Google News
  • સપ્તાહ સુધી વાદળો રહેશે, ઠંડીમાં ઘટાડો થશે: નલિયાનું 15.8 જયારે રાજકોટનું 16.6 ડિગ્રી લઘુતમ તાપમાન

રાજ્યમાં હાલ મિશ્ર ઋતુ જેવો માહોલ છવાયેલો છે. સવારે અને રાતે ઠંડીનો અનુભવ થાય છે જ્યારે બપોરે તાપ અનુભવાઇ છે. અત્યાર સુધીની શિયાળાની મોસમમાં તો ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થયો નથી. તો ફેબ્રુઆરીમાં ગુજરાતના મોસમનો મિજાજ કેવો રહેશે તે અંગે હવામાન નિષ્ણાત અંબાલલા પટેલે આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, ફેબ્રુઆરી મહિનામાં ડિસેમ્બર મહિનામાં નહીં પડી હોય તેવી ઠંડી પડશે.

આ સાથે તેમણે માવઠાની પણ આગાહી કરી છે. ફેબ્રુઆરીમાં આ ભારે વેસ્ટર્ન ડિસ્ટરબન્સ આવી રહ્યુ છે. જેના કારણે દેશના ઉત્તરના ભાગોમાં હિમ વર્ષા નથી થઇ તો હિમ વર્ષા પણ થશે. આ સાથે અંબાલાલ પટેલે કહ્યુ છે કે, 31 જાન્યુઆરી સુધી વાદળો આવશે અને વાદળોની ગતિવિધીને કારણે ઠંડીમાં ઘટાડો થશે. જોકે, 31 સુધીમાં તો ઠંડી ગાયબ થતી હોય તેવુ લાગશે. માત્ર ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડી જેવી અસર જોવા મળી શકે છે. આ વખતે મઘ્ય ગુજરાતના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 18 ડિગ્રીની આસપાસ થવાનું અનુમાન છે.

Cold Weather Forecast In February From Western Disturbance
Cold weather forecast in February from Western Disturbance

આ સાથે મહત્તમ તાપમાન 30-31 થવાની શક્યતા છે. એટલે હવે ધીમે ધીમે ઠંડીમાં ઘટાડો થતો રહેશે અને પછી વાદળો આવશે. ફેબ્રુઆરી માર્ચમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડી આવશે પરંતુ આ ઠંડીનો રાઉન્ડ એવો હશે કે, ઉષ્ણતામાનમાં વધારો થશે. મહત્તમ ઉષ્ણતામાન તો 32-33 થઇ શકે છે.

આ ઠંડી આવશે તે હિમાળુ ઠંડી આવશે. બર્ફિલી ઠંડી આવશે એટલે સવારે અને સાંજે જનધનને કાળજી રાખવાની રહેશે. સવારે અને સાંજે હાડ કંપાવતી ઠંડી પડશે અને બપોરે ગરમી રહેશે. જેના કારણે રોગિષ્ઠ હવામાન રહેશે. ફેબ્રુઆરી માસમાં બેથી ત્રણ રાઉન્ડ પશ્ચિમી વિક્ષેપના આવવાના રહેશે. આ સાથે પ્રથમ સપ્તાહમાં અને ત્યારબાદ પણ ઠંડીનો રાઉન્ડ આવી શકે છે. ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં જેવી ઠંડી નથી પડી તેવી ઠંડી ફેબ્રુઆરીમાં પડશે. 18, 19, 20 અને 21 ફેબ્રુઆરીમાં વાદળો આવશે અને ધીરે ધીરે ઠંડી ઘટતી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.