Abtak Media Google News

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 4 દિવસ વાતાવરણ સુકું રહેવાની આગાહી કરી છે. આ સાથે આગામી 7 વરસાદની પણ કોઈ સંભાવના નથી. રાજ્યમાં આગામી 7 વરસાદની પણ કોઈ સંભાવના નથી. અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનો પારો એક બે ડિગ્રી ઘટશે. આ સાથે આગામી 3-4 દિવસ તાપમાનમાં કોઈ બદલાવ નહિં આવે. મહત્વનું છે કે, નોર્થ-ઇસ્ટ ગુજરાત તરફથી ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે.

Advertisement

નલિયા 9.4 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું, રાજકોટનું લઘુતમ તાપમાન 13.8 ડિગ્રીએ પહોંચ્યું

રાજ્યમાં ઠંડી અને વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, આજથી અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે. ડિપ ડિપ્રેશન સર્જાશે જેને લઈ 12 અને 13 ડિસેમ્બરે ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. અંબાલાલ પટેલે કહ્યું કે, અત્યારે નબળા પશ્ચિમિ વિક્ષેપના કારણે નથી ઠંડી પડતી. આ સાથે ઠંડી સાથે રાજ્યમાં કમોસમી વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરાઇ છે.

22 ડિસેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. જેને લઈ 28 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. તેમણે કહ્યું કે, ઓછી ઠંડીનું કારણ અલનીનો અને નબળા પશ્ચિમી વિક્ષેપ છે. અંબાલાલ પટેલે ઉમેર્યું કે, આજથી અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે જે આગામી 12 ડિસેમ્બર સુધી ડિપ ડિપ્રેશનમાં સર્જાશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 18 શહેરોનું તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું છે.જેમાં નલિયાનું 9.4, રાજકોટનું 13.4, ગાંધીનગરનું 14.8, સુરેન્દ્રનગરનું 15.8, ડીસાનું 14.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.